સુરતમાં શિક્ષણ સમિતિના બોગસ દસ્તાવેજોને લઈને મોટી જાણકારી સામે આવી છે. સુરતમાં શિક્ષણ સમિતિના બોગસ દસ્તાવેજો મૂકીને સ્કુલ બેગ નું ટેન્ડર મેળવવાના પ્રકરણમાં આખરે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જેમાં એ ટુ ઝેડ સોલ્યુશન કંપની ના રવિ ઉકાની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. પ્રવેશોત્સવ દરમિયાન 20000 સ્કૂલબેગ મોકલવાનું ટેન્ડર બહાર પડયું હતું. આ ટેન્ડર વરાછા વ્રજચોક ના એ ટુ ઝેડ સોલ્યુશન કંપનીને લાગ્યું હતું. રવિ ઉકાણીએ મુંબઈની એક કંપનીના ડીલર હોવાનું તેમજ શહેરની પ્રતિષ્ઠિત શાળાઓમાં પોતે સપ્લાય કરતા હોવાનું સર્ટિફિકેટ રજૂ કર્યા હતા.

મુંબઈની કંપનીએ ઈમેલ દ્વારા સુરતના શિક્ષણ સમિતિને એ ટુ ઝેડ સોલ્યુશન પોતાના ડીલર ન હોવાનું જણાવ્યું હતું. તપાસમાં તમામ ભોપાળુ બહાર આવતાં પોલીસમાં અરજી કરાઈ હતી. અરજીની તપાસ બાદ લાલગેટ પોલીસ એ છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી હતી. એ ટુ ઝેડ સોલ્યુશનના રવિ ઉકાણી ને ધરપકડ કરવા પોલીસે તજવીજ હાથ ધરીછે.