શિક્ષકોના બદલીના નિયમોને વાયરલ કરવાનો મામલો હાલ ચર્ચામાં છે. કેમકે ૨૯ ડીસેમ્બરના રોજ કેટલાક વ્યક્તિઓ દ્વારા શિક્ષકોના નિયમોને વ્હોટ્સએપ વાયરલ કરવામાં આવ્યા હતા અને આ નિયમોને શિક્ષકોને ખોટા માર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. જેના લીધે આ મામલે વિવાદ ઉભો થયો હતો.

આ મામલે ગાંધીનગર સેકટર 7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 29 ડિસેમ્બરના રોજ સોશિયલ મીડિયામાં બદલીના નિયમો વાયરલ કરવામાં આવ્યા હતા. શિક્ષણ વિભાગના મદદનીશ નિયામક દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

શિક્ષણ વિભાગ મદદનીશ નિયામક પી. એ. પટેલ દ્વારા પોલિસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ દ્વારા ફરિયાદ આધારે આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. જ્યારે આ આરોપીઓની વાત કરીએ તો તેમનો ધ્યેય માત્ર શિક્ષકોને ખોટા માર્ગે દોરવાનો જ જોવા મળી રહ્યો હતો. તે તેમના વ્હોટ્સએપ મેસેજ પરથી સ્પષ્ટ જોવા મળી રહ્યું હતું.