દિવાળીના દિવસે ટ્રેનમાં યુવતીએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. ત્યારે આ યુવતી પર દિવાળીના બે દિવસ પહેલા સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો હતો. યુવતીએ પોતે ડાયરીમાં સામૂહિક દુષ્કર્મ (rape) આચર્યાની વાતનો ઉલ્લેખ પોતાની ડાયરીમાં કર્યો હતો. જે વલસાડમાં ગુજરાત ક્વિન એક્સપ્રેસ ટ્રેનના ડબ્બામાં ફાંસો ખાઇ આપઘાત કરી લેનાર યુવતી પર વડોદરાના વેક્સિન ઇન્સ્ટીટ્યૂટના મેદાનમાં દુષ્કર્મ આચરાયું હોવાની વિગતો ડાયરીના આધારે બહાર આવી હતી. GRP ની ટીમને તેણે લખેલી એક ડાયરી હાથ લાગી હતી, જેમાં સામે આવ્યું હતું કે આપઘાતના 2 દિવસ પૂર્વે વડોદરાના 2 રિક્ષાચાલક યુવકે તેનું અપહરણ કર્યું હતું. ત્યાર બાદ વેક્સિન ગ્રાઉન્ડમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.

થોડા દિવસો પહેલા યુવતીની ડાયરીમાંથી છેલ્લું પાનુ ફાડી નાખવામાં આવ્યું હતું તેજ પાનાની ઝેરોક્ષ પોલીસને મળી આવી હતી. ઓએસીસ સંસ્થાની મેનેજીંગ ટ્રસ્ટી પ્રીતિ નાયરે પોલિસને ઝેરોક્ષ આપી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, દુષ્કર્મથી બચવા પ્રતિકાર કરતા યુવતીને હવસખોરો દ્વારા ચપ્પુનો ઘા મારવામાં આવ્યો હતો. જ્યારે સંસ્થાનું એ ગ્રૂપ ઘટના બની ત્યારે જમ્મુ કાશ્મીરમાં હતું. જેના લીધે બી ગ્રુપના સભ્યે ડાયરીના ફોટા પાડ્યા હતા. વૈષ્ણવીએ ઘટનાની જાણ મેન્ટર અવધિને કરી હતી. અવધીએ યુવતીની ઇજાના નિશાન અને ડાયરીના ફોટો મંગાવ્યા હતા. વૈષ્ણવીએ ડાયરી ના ફોટા મેન્ટર અવધિને મોકલ્યા હતા ત્યાર બાદ ડાયરીનું છેલ્લું પેજ ગાયબ હતું. પીડિત યુવતીએ ઓએસીસ સંસ્થાને ઘટનાની જાણ કરી હતી. જો સંસ્થાએ પોલીસને જાણકારી આપી હોત તો યુવતીની જાન બચી ગઈ હોત.

વડોદરામાં વેકસીન મેદાનમાં યુવતી સાથે થયેલા સામુહિક દુષ્કર્મની મામલો હાલ ચર્ચામાં છે. જ્યારે આ મામલામાં નવી માહિતી સામે આવી છે. સિક્યુરિટી ગાર્ડ પાસેથી મળી યુવતીની સાયકલ છે. એમ.ડી સિક્યોરિટી માં સિક્યુરિટી ગાર્ડ કામ કરે છે. મહેશ રાઠવા ની રેલવે એલ.સી.બી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. દુષ્કર્મ મામલામાં 20 દિવસ બાદ પ્રથમ સફળતા મળી છે. શંકાસ્પદ સિક્યુરિટી ગાર્ડની પૂછપરછ રેલવે એલ.સી.બી પોલીસ
કરી રહી છે.

ઓએસીસ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પ્રીતિ નાયરનું પોલીસે ત્રણ કલાક સુધી વિડિયો રેકોર્ડિંગ સાથે નિવેદન પણ લીધું…પુનિત નગર પાસે ના પ્રાઇવેટ કવાટર્સમાંથી સાયકલ મળી આવી છે. 10 વર્ષથી બંધ મકાનની ઝાડીઓમાં સાયકલ સંતાડી હતી. સાયકલ ના બંને ટાયર પણ કાઢી નાખવામાં આવ્યા છે. સિક્યુરિટી ગાર્ડ પહેશ રાઠવા પાસે થી દુષ્કર્મ ના અનેક રાજ ખુલે તેવી શક્યતા રહેલી છે.

જ્યારે આ મામલા તપાસ શરુ કરવામાં આવી છે કે, મહેશ રાઠવાની શુ ભુમિકા ?? કેમ સાઈકલ સંતાડી?? મહેશ સાયકલ ક્યાં થી લઈ ગયો? સાયકલ સંતાડવા પાછળ ઓએસીસ સંસ્થાનો કોઈ હાથ છે કે કેમ ?? આ તમામ સવાલો નો ઉકેલ મળી શકશે. બંન્ને નરાધમો સુધી પોલિસ પહોચી શકશે.

રેલ્વે એલસીબીએ પિડીતાની સાયકલ શોધી કાઢી છે સાથે જ સાયકલના ટાયર પણ મેળવ્યા છે. સાયકલ સાથે એક બચકો કપડા નો પણ જપ્ત કર્યો.
મહેશ રાઠવાની આગવી ઢબે પૂછપરછ ચાલી રહી છે.રેલ્વે એસપી ઓફિસની એલસીબી ઓફિસમાં મુદ્દામાલ લવાયો છે.

પુનિત નગર ના એ/13 બંધ બંગલાના પરિસરમાં સાયકલ છુપાવી હતી. સિક્યુરિટી ગાર્ડ મહેશ રાઠવાએ સાયકલ ઝાડ નીચે કચરામાં છુપાવી હતી. યુવતી સાયકલ લઈને જતી હતી ત્યારે રીક્ષા ચાલકોએ સાયકલને ટક્કર મારી પાડી દીધી હતી. યુવતી સાથે વેકસીન મેદાન ખાતે દુષ્કર્મ થયું હતું. તે જ જગ્યાએથી સિક્યુરિટી ગાર્ડએ યુવતીની સાયકલ ઉઠાવી ઘરે લઈ ગયો હતો. સિક્યુરિટી ગાર્ડની દીકરી સાયકલ લઈને ફરતી હોવાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. મહેશ રાઠવાના ધર્મ પત્નીએ સ્વીકાર્યું કે તેમના પતિ સાયકલ ચોરી લાવ્યા હતા. ચોરીની સાયકલ હોવાના કારણે સાયકલ ના બંને ટાયર છુટા કરી સંતાડી દીધા હતા.

રેલવે એલ.સી.બી પોલીસે સિક્યોરિટી ગાર્ડ મહેશ રાઠવાના ઘરે સર્ચ કર્યું હતું. સર્ચ દરમિયાન પીડિતા યુવતીની સાયકલનું એક ટાયર ઘરમાંથી મળી આવ્યું છે. એક ટાયર સિક્યોરિટી ગાર્ડએ નજીકના ભંગારની દુકાનમાં વેચી દીધું હોવાનું સામે આવ્યું છે. સિક્યોરિટી ગાર્ડના ત્રણ થ્રી વ્હીલર ટેમ્પો પણ મળી આવ્યા, જેની એફએસએલ તપાસ કરાવાશે.

સ્યુસાઈડ પહેલા યુવતીએ ઈમરાન નામના ઈસમ સાથે વાત કરી હતી. ઈમરાને યુવતી સાથે મોબાઈલ પર 36 સેકન્ડ વાત કરી હતી. હવે પીડિતાનો મોબાઈલ પણ પોલીસને મળી આવ્યો છે. પોલિસે ઈમરાનની કર્ણાટકથી અટકાયત કરી દીધી છે.