રાજકોટમાં આવેલ વામ્બે આવાસ યોજનામાં જુગાર પરદરોડા પાડવામાં આવ્યા છે. ભાજપનો કાર્યકર વિજયપૂરી, ભીખુપૂરી, ગોસ્વામી ઘરમાં જુગાર રમતો હતો. જે તાલુકા પોલીસે બાતમી ને આધારે દરોડો પાડ્યો હતો. રૂપિયા 26 હજારના મુદામાલ સાથે જુગાર રમતી બે મહિલા સહીત આઠ ને પોલીસે પકડ્યા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી દરોડો પાડી બે મહિલા સહિત કુલ 8 શખ્સો ગોળ કુંડાળું કરી તીનપતી નો જુગાર રમતા મળી આવ્યા હતા.

જુગારમાં ઝડપાયેલા વિજયપરી વામ્બે આવાસ એસોસિએશનનો પ્રમુખ અને ભાજપનો કાર્યકર્તા હોવાનું સૂત્રો માંથી જાણવા મળ્યું છે અને અન્ય જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતુ રાણા પણ અગાઉ દારૂ અને હત્યા સહિત ડઝનેક ગુન્હામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે તેમજ પોતે પાસા તળે જેલની હવા પણ ખાઈ ચુક્યો હોવાનું પોલીસમાંથી જાણવા મળી રહ્યું છે.

દરોડા દરમિયાન નાસભાગ ન મચે માટે પોલીસે બ્લોક કોર્ડન કરી લીધો હતો.તેમજ ઉપરોકત તમામ આરોપીઓ વિરુધ્ધ માસ્કનો પણ અલગથી દંડ વસુલ કરવામાં આવ્યો હતો.તેમજ સોશિયલ ડિસ્ટન્સ અંગે અલગથી કાર્યવાહી કરવામાં આવી હતી.