દેશમાં કોરોનાને કારણે હાલ આર્થિક મંદી જેવી સ્થિતિ સર્જાઈ છે. જેની મોટી અસર સુરતના હીરા ઉદ્યોગ પર પણ જોવા મળી હતી. જેના કારણે ઘણા રત્ન કલાકારોને નોકરી પરથી છૂટા કરી દેવામાં આવ્યા છે.

પરંતુ હવે આ ઉધોગમાં તેજી આવી હોય તેવું જોવા મળી રહ્યું છે. હાલમાં સુરત ડાયમંડ સિટીમાં રત્ન કલાકારોની ડિમાન્ડ વધી છે. ડિમાન્ડ વધતા રત્ન કલાકારોની જરૂર પડી રહી છે. જેનો સીધો ફાયદો હવે લોકડાઉન સમયે છૂટા કરાયેલા રત્ન કલાકારોને થશે. અત્યાર સુધી 203 જેટલા રત્ન કલાકારોને રોજગારી આપવામાં આવી છે. જેના માટે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ કેરિયર ફાઇઉન્ડેશન રોજગારી અપાવવા પ્રયાસ કરી રહ્યું છે. આ ડિમાન્ડ હીરા બજારમાં પોઝિટીવ માહોલ આવતા વધી છે. હીરા માર્કેટમાં પોલીશ્ડ ડાયમંડની ડિમાન્ડમાં વધારો આવ્યો છે. જે હીરા ઉધોગ અને રત્ન કલાકારો માટે સારા સમાચાર છે.