ગુજરાતમાં કોરોનાનો કહેર છેલ્લા થોડા દિવસોથી જોવા મળી રહ્યો છે. છેલ્લા થોડા મહિનાથી શાંત રહેલ કોરોનાનો કહેર હવે ફરી જોવા મળી રહ્યો છે અને સતત કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના લીધે લોકોમાં ફરી ભયનો માહોલ ઉભો થતો જોવા મળી રહ્યો છે. જ્યારે હાલના સમયમાં કોરોના નવા સ્વરૂપ ઓમીક્રોને પણ હાહાકાર સર્જ્યો છે.

સુરતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરની સંભાવના વચ્ચે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં 1000 બેડ તૈયાર કરવામાં આવશે. 120 બેડનો icu વોર્ડ તૈયાર કરાયો છે. સિવિલ હોસ્પિટલના સ્ટીમસેલ બિલ્ડીંગ ના તમામ 10 માળ ઉપર બેડ સહિત સાધન સામગ્રી ગોઠવાઈ છે.

તેની સાથે સિવિલ હોસ્પિટલમાં 650 થી વધુ વેન્ટિલેટર નો સ્ટોક રહેલો છે. બગડેલા વેન્ટિલેટર નું રીપેરીંગ શરૂ કરાયું છે. હાલ 100 વેન્ટિલેટર જુદા જુદા વોર્ડમાં કાર્યરત રહેલ છે. જ્યારે એક વાત સ્પષ્ટ છે કે છેલ્લા થોડા દિવસોથી કોરોના કહેર દિવસે-દિવસે વધતો જોવા મળી રહ્યો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 177 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 66 દર્દીઓ કોરોનાની સારવાર દરમિયાન સાજા થયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 52 નવા કેસ સામે આવ્યા છે. તેની સાથે રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 98.67 ટકા પહોંચ્યો છે.