વડોદરાના સહજ રંગોળી ગ્રુપના 5 કલાકારોએ મળીને સેન્ટર સ્ક્વેર મોલમાં PM મોદીની 25×10 ફૂટની રંગોળી તૈયાર કરી છે. સહજ રંગોલી ગ્રુપના સભ્ય હેમા જોશીએ જણાવ્યું કે, PM મોદી 18 જૂને વડોદરા આવી રહ્યા છે. તેમના સ્વાગત માટે અમે આ રંગોળી બનાવી છે. આમાં 150 કિલો કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે વડોદરામાં ગુજરાત ગૌરવ અભિયાનની શરૂઆત કરશે. 4 કિલોમીટરના રોડ શો બાદ પીએમ મોદી એક સભાને સંબોધશે. આ પ્રવાસમાં પીએમ મોદી ગુજરાતમાં 21 હજાર કરોડની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. એક લાખ 40 હજાર મકાનોની ફાળવણી અને 16 હજાર કરોડ રૂપિયાની રેલ વિકાસ યોજનાઓ પણ શરૂ થશે. વિધાનસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે. PM મોદી 18 જૂને વડોદરા પહોંચશે. મોદી એરપોર્ટથી લેપ્રસી મેદાન સુધી રોડ શો કરશે. આ પછી તેઓ લગભગ પાંચ લાખ લોકોને સંબોધિત કરશે.

વડોદરામાં PM મોદીના ભવ્ય સ્વાગતની તૈયારીઓ, 150 કિલો કલરથી 25 ફૂટની તૈયાર કરી ઘણી આકર્ષક રંગોળી

આ મંદિરની મુલાકાત લેશે

ગુજરાત સરકારના પ્રવક્તા અને શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીના જણાવ્યા અનુસાર, વડા પ્રધાન મોદી 18 જૂને મધ્ય ગુજરાતના ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલમાં 16 હજાર કરોડના મૂલ્યના વિવિધ 18 રેલવે પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. PM મોદી શનિવારે સવારે પાવાગઢ પહોંચશે અને માતાજીના મંદિરના દર્શન કરશે. અહીં ટેકરી પર તેઓ કાલિકા માતાના જીર્ણોદ્ધાર મંદિરનું ઉદ્ઘાટન કરશે અને મંદિર સુધીની લિફ્ટ શરૂ કરશે. આ પ્રવાસમાં પીએમ મોદી ગુજરાત ગૌરવ અભિયાન હેઠળ હજારો કરોડના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેમાં 1800 કરોડના ખર્ચે બનેલી 1.40 લાખ આવાસ યોજનાનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ડભોઈ કુંડેલા ખાતે સેન્ટ્રલ યુનિવર્સિટીનો શિલાન્યાસ કરશે. વડાપ્રધાનની વડોદરા મુલાકાતને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ગુરુવારે વડોદરા પહોંચ્યા હતા.