રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને લઈને સમાચાર સામે આવ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતના પ્રવાસે આવવાના છે. ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત રાષ્ટ્રપતિ વિધાનસભામાં સંબોધન કરશે. રાષ્ટ્રપતિના સંબોધન પગલે ગૃહના સમયમાં 1 કલાકનો વધારો કરવામાં આવ્યો છે.

જ્યારે રાષ્ટ્પતિ રામનાથ કોવિંદ બે દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. અમદાવાદ એરપોર્ટથી રાષ્ટ્રપતિ ગાંધીનગર જવા માટે રવાના થશે. તેની રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારકા અને જામનગરના કાર્યક્રમોમાં હાજરી આપશે. જ્યારે 24 માર્ચના રોજ દ્વારકાધીશના દર્શન બાદ તેઓ દ્વારકા અને જામનગરના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. રાષ્ટ્રપતિના કાર્યક્રમને પગલે દ્વારકા અને જામનગરમાં સુરક્ષાનું સખ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવેલ છે.

નોંધનીય છે કે, વિધાનસભાની ચુંટણી પહેલા ગુજરાતમાં એક બાદ એક મહાનુભાવો આવી રહ્યા છે. થોડા દિવસ અગાઉ PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસ માટે આવ્યા હતા. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ તાપીમાં ‘સહકારથી સમૃદ્ધિ’ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. હવે એવામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.