નવા મકાન માટે પરિણીતા 25 લાખનું દહેજ લાવવા દબાણ, સળગાવી દેવાની આપી ધમકી.. બાદમાં….

અમદાવાદમાં પરિણીતાને માનસિક રીતે હેરાન કરવામાં આવતી હોય તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં પરિણીતાને દહેજ બાબતે હેરાન કરવામાં આવી છે. જેના કારણે મહિલા કંટાળી ગઈ હતી. આ કારણોસર મહિલા અંતે પોલીસ સ્ટેશનમાં જ જવાનું નક્કી કર્યું હતું.
સરદારનગરમાં રહેતી પરિણીતાએ સાસરિયાઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. પતિ, સાસુ, સસરા અને બે દિયર વિરુદ્ધ સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પરિણીતાને દહેજમાં રૂપિયા લઇ આવવા દબાણ કરતા હતા. નવા મકાન માટે રૂપિયા 25 લાખની સાસરી પક્ષ વાળા માંગણી કરતા હતા.પરિણીતાને સળગાવી દેવાની પણ ધમકી આપતા હતા.. સરદારનગર પોલીસે પતિ સહિત 5 લોકો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી..
નોંધનીય છે કે, સામે આવેલી આ ઘટના એ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, સમાજમાં દહેજને લઈને રહેલ આ દુષણ હજુ પણ જતું નથી તે જોવા મળ્યું રહ્યું છે. જ્યારે સમાજમાં અનેક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેના કારણે ફરીથી દહેજને લઈને ત્રાસની વાતોને વેગ મળે છે.