વડોદરામાં એમ એસ યુનિવર્સિટી ના પૂર્વ વીસી પરિમલ વ્યાસના વીઆરએસની કાર્યવાહી અટકી છે. પરિમલ વ્યાસે વીસી ની ટર્મ પૂરી થતાં જ અધ્યાપક પાસે થી વિઆરએસ માટે અરજી કરી હતી. વીસી ના સમયગાળા માં ભરતી કૌભાંડ ના કારણે કાર્યવાહી અટકી ગઈ છે. યુનિવર્સિટી એ ડીન ને પત્ર લખી અરજી ની કાર્યવાહી નહી થાય તેવી જાણ કરી છે. રાજ્ય સરકારે તપાસ કમિટી ની રચના કરી તપાસ પણ કરી હતી.

તપાસ કમિટી ની કાર્યવાહી બાકી હોવાથી પરિમલ વ્યાસની વિઆરએસ ની કાર્યવાહી ના થઈ શકે તેવો નિર્ણય લીધો છે. સંકલન સમિતિના સેનેટ-સિન્ડિકેટ સભ્યો દ્વારા અધ્યાપકોની ભરતીમાં કૌંભાડ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો સાથે શિક્ષણ મંત્રી-મુખ્યમંત્રીને રજૂઆતો કરી હતી. જેના પગલે રાજય સરકારે એક કમીટીની રચના કરવામાં આવી હતી.

વીસીની ટર્મ પૂરી થયા બાદ પરિમલ વ્યાસ દ્વારા થોડા સમયબાદ તેમના અધ્યાપક પદ પરથી વીઆરએસ લેવા માટેની અરજી કરી હતી. જો કે, વીઆરએસ માટે અધ્યાપકની અરજી સામાન્ય રીતે યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા સરકારને મોકલવામાં આવતી હોય છે અને સરકાર રાજીનામુ મંજૂર કરતી હોય છે.