લેબ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ વધુ સરળતા અને સહાય માટે કેન્દ્ર સરકારની તૈયારી શરૂ કરવામાં આવી છે. સુરતના લેબગ્રોન ડાયમંડના ઉત્પાદકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. હાલમાં લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રી ની સ્થિતિ અને ભવિષ્યમાં શું થઈ શકે તેની જીણવટ ભરી વિગતો વડાપ્રધાન સમક્ષ રજૂ કરાઈ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે નાણાં મંત્રી નિર્મલા સીતારામન વાણિજ્ય મંત્રી પિયુષ ગોહિલ પણ મિટિંગમાં હાજર રહ્યા છે. સુરત સહિત ગુજરાતમાં લેબગ્રોન ડાયમંડ નું ઉત્પાદન વધારી 15 લાખ નવી રોજગારી ઊભી કરવાનો લક્ષ્યાંક છે. આગામી સમયમાં લેબગ્રોન ડાયમંડ એક્સપોર્ટ ક્ષેત્રે ભારત નંબર વન બને તે માટે કેન્દ્ર સરકારે તમામ સહાય ની ખાતરી આપી છે.

જ્યારે હાલમાં સુરત ખાતે લેબગ્રોન ડાયમંડ માંથી જ્વેલરી ઉપરાંત લક્ઝુરિયસ એસેસરીઝ પણ બની રહી છે. તેની સાથે-સાથે સુરતમાંથી વિશ્વનો સૌથી મોટો લેબગ્રોન ડાયમંડ પણ બનાવવામાં આવ્યો છે. ટેકસટાઇલ સિટી ડાયમંડ સિટી ની ઓળખ ધરાવતું સુરત આગામી દિવસોમાં હવે લેબ્રોન ડાયમંડમાં પણ નંબર વન બનશે.