બી.એલ.ઓ.ની ગરૂડા એપની કામગીરી સોંપવા બાબતે વિરોધ સામે આવ્યો છે. પ્રાથમિક શૈક્ષીક મહાસંઘે વિરોધ નોંધાવ્યો છે.રાષ્ટ્રીય શૈક્ષીક સંઘે ગાંધીનગર મુખ્ય ચૂંટણી અધિકારી, જિલ્લા કલેકટ, તાલુકા મામલતદાર સમક્ષ રજુઆત કરી છે.

જ્યારે આ મામલે મામલતદાર તરફથી અપમાન જનક ઠપકો સાંભળવો પડતો હોવાની રજુઆત કરવામાં આવી છે. BLO ને ફરજીયાત મામલતદાર કચેરીમાં ભેગા કરવામાં આવે છે. કેટલાક તાલુકામાં શિક્ષકોને ગુનેગાર બનાવી ધરપકડના વોરંટ પણ મોકલ્યા છે. શિક્ષકો ના સંગઠનની રજુવાત ધ્યાનમાં નહિ લેવાય તો આશ્ચર્ય જનક કાર્યક્રમો આપશે.

પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા તા.25/11 ના મામલતદાર અને કલેકટરને આવેદન પત્ર પાઠવી આ કામગીરીમાંથી મુક્તિ આપવા માટે રજૂઆત કરવામાં આવી છે. જે શિક્ષકોને ત્રણ વર્ષ પૂર્ણ થઇ ગયા છે તેમને મુક્તિ આપવા, મહેનતાણું વધારવા અને ઓનલાઇન ગરુડા એપમાંથી મુક્તિ આપવાની રજૂઆત શિક્ષક સમાજ દ્વારા કરવામાં આવશે.