ભારતમાં કોરોના સંકટ યથાવત રહેલો છે. દરરોજ અંદાજિત 40 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. આજે સોમવારના સવારે સ્વાસ્થ્ય મંત્રાલયની તરફથી તાજા આંકડા જાહેર કરાયા છે. મંત્રાલય મુજબ, છેલ્લા 24 કલાકમાં 38,948 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 219 કોરોના સંક્રમિતોનો જીવ બચી ગયો છે. જ્યારે 43,903 લોકોથી રિકવર થયા છે એટલે કે 5174 એક્ટિવ કેસ ઓછા થયેલા છે..

આ અગાઉ દેશમાં સતત 5 દિવસ 40 હજારથી વધુ કોરોનાના કેસ સામે આવ્યા છે. મંગળવારના 41965, બુધવારના 47092, ગુરૂવારના 45352, શનિવારના 42766 કેસ નોંધાયા હતા.

જ્યારે આ દરમિયાન ગુજરાતમાં રસીકરણને લઈને સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં રસીકરણમાં ગુજરાત દેશમાં સૌથી આગળ રહ્યું છે. જ્યારે રસી મેળવવા પાત્ર કુલ 76 ટકાએ પ્રથમ ડોઝ મેળવ્યો છે. રાજ્યમાં 27 ટકા લોકોએ બંને ડોઝ મેળવ્યા છે. ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારમાં 32.6 ટકા વેકસીનેશન છે. શહેરી વિસ્તારમાં 67.4 ટકા વેકસીનેશન છે. છેલ્લા 7 મહિનામાં 4.91 કારોડને રાજ્યમાં રસી અપાઈ છે.

ગુજરાત વેક્સિનેશનની બાબતમાં પ્રથમ સ્થાન પર આવ્યું છે. જ્યારે અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં અત્યાર સુધી 76 ટકા લોકોને સિંગલ ડોઝ આપવામાં આવેલ છે. ગુજરાતમાં 7 મહિનામાં 4.91 કરોડ લોકોને વેક્સિન અપાઇ ચૂકી છે. જ્યારે કુલ વસતિના પ્રમાણમાં અત્યાર સુધી થયેલા રસીકરણમાં ગુજરાત દેશનાં અન્ય રાજ્યો કરતાં સૌથી આગળ રહેલું છે.

ગુજરાતમાં રસી મેળવવા લાયક કુલ વસતિના 76 ટકા લોકો સિંગલ ડોઝ મેળવ્યો છે. રાજ્યમાં 27 ટકા વસતિએ બન્ને ડોઝ પ્રાપ્ત કરી લીધા છે. જ્યારે ગુજરાત બાદ બીજા સ્થાન પર કેરળનો આવે છે, ત્યાં કુલ વસતિના 73 ને સિંગલ તો 27 ટકાને બન્ને ડોઝ પ્રાપ્ત થયા છે

દેશનાં વિવિધ રાજ્યોમાં સરકારી હોસ્પિટલની સરખામણીમાં ખાનગી હોસ્પિટલોમાં ઓછું વેક્સિનેશન થયેલ છે. ખાનગી હોસ્પિટલો માટે દેશમાં બનેલી વેક્સિનનો 25 ટકા ક્વોટા નિર્ધારિત કરવામાં આવ્યો છે, પરંતુ એવાં ઘણાં રાજ્યો છે, જ્યાં ખાનગી હોસ્પિટલોમાં 2 ટકાથી પણ ઓછા લોકો દ્વારા વેક્સિન લેવામાં આવી છે.

જ્યારે અન્ય રાજ્યોની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં ખાનગી હોસ્પિટલોમાં સૌથી વધુ 14 ટકા વેક્સિનેશન કરવામાં આવ્યું છે. જ્યારે ઝારખંડમાં સૌથી ઓછું 1.6 ટકા રસીકરણ થયેલ છે. રાજસ્થાનમાં શહેરોની સરખામણીમાં ગ્રામીણ વિસ્તારોમાં સૌથી વધુ 87.9 ટકા રસીકરણ થયેલ છે. ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારમાં 32.6 ટકા તો શહેરોમાં 67.4 ટકા રસીકરણ કરાયું છે.

દેશમાં સૌથી વધુ કોરોનાના કેસ કેરળમાંથી સામે આવ્યા છે. કેરળમાં રવિવારના કોવિડના 26,701 નવા કેસ સામે આવતાની સાથે જ કોરોના વાયરસથી સંક્રમિત કુલ સંખ્યા વધીને 42 લાખ 7 હજાર 838 થઇ ગયા છે. જ્યારે 74 વધુ મોત થવાની સાથે મૃતકોની સંખ્યા 21,496 પહોંચી ગઈ છે. કેરળના વિભિન્ન જિલ્લામાં આ સમય 6,24301 લોકો ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. જેમાંથી 33,240 લોકો હોસ્પિટલમાં દાખલ થયા છે.