રાજ્યમાં થોડા દિવસોથી વરસાદી માહોલ બનેલો છે. તેના લીધે લોકોને ગરમીથી રાહત મળી ગઈ છે. પરંતુ હવે તેનાથી વિપરીત સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં આગામી બે દિવસ વરસાદની શક્યતા ઓછી રહેલી છે. તેમ છતાં હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બે દિવસ પછી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેવાની શક્યતા છે.

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 24 અને 25 જૂનના વલસાડ, નવસારી, ડાંગ, વાપી, સુરત અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ રહેશે. જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ સામાન્ય વરસાદ રહેશે. આ સિવાય આગામી બે દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની શક્યતા રહેલી છે.

તેની સાથે જણાવ્યું છે કે, છેલ્લા એક દિવસમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ, નવસારી, તાપી, સુરત, અને દમણ તથા દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંપૂર્ણ શક્યતા રહેલી છે. 24 મી જૂનના થંડરસ્ટ્રોમ સાથે વરસાદની શક્યતા રહેલી છે. તેનાથી એક વાત તો સ્પષ્ટ છે કે, અમદાવાદને વરસાદની રાહ જોવી પડશે. અમદાવાદમાં 27 જૂન બાદ વરસાદની એન્ટ્રી થઈ શકે છે.