રાજકોટ બીયું પરમીશન વગરની હોસ્પિટલ સામે સરકાર દ્વારા સખ્ત પગલા ભરવામાં આવી રહ્યા છે. જ્યારે રાજકોટમાં તેવી ૫૯ હોસ્પિટલને નોટીસ ફટકારવામાં આવી હતી. પરંતુ હવે રાજકોટ બીયું પરમિશન વગરના 59 હોસ્પિટલને નોટીસની મુદત શુક્રવારે પૂર્ણ થાય છે. બાંધકામો હટાવવા અંગે નોટીસ આપવામાં આવી હતી.

તેની સાથે વધારાના બાંધકામ અંગે નોટિસ આપવામાં આવી હતી. જેમાં 59 પૈકી 20 જુના બાંધકામ હોવાની દલીલ રજૂ થઈ હતી. જયારે મનપા દ્વારા કાલે મોટી કાર્યવાહી કરવામાં આવી શકે છે. જ્યારે હોસ્પિટલોની વાત કરવામાં આવે તો ફાયર સેફટીના સાધનોને લઇ લેવામાં આવ્યા છે પરંતુ ગેરકાયદેસર બાંધકામને લઈને મનપાનો પ્રશ્ન ઉભોને ઉભો છે.

નોંધનીય છે કે, ૫૯ હોસ્પિટલ પૈકીમાંથી ૨૦ જેટલી હોસ્પિટલનું બાંધકામ વર્ષો જુનું રહેલું છે. જેમાં આ બાંધકામને નિયમો મુજબ બનાવવા માટે રાજકોટ મનપા દ્વારા કહેવામાં આવ્યું છે. જ્યારે બાંધકામ હોય તો નિયમ અનુસાર તે બાંધકામ તોડવા જરૂરી છે.