રાજકોટ મહાનગરપાલિકાની આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે. કરોડો રૂપિયાની અલગ અલગ 25 દરખાસ્તો મંજુર કરવી કે નહીં તેનો નિર્ણય લેવામાં આવશે. RMC ઓન વોટ્સએપ સેવાને કરાર પર અમલ માટે દરખાસ્તને મંજૂરી અપાશે.

 

જ્યારે 8 અલગ અલગ સેવાઓ માટે મનપા કચેરીના ધક્કા અરજદારોએ ખાવા પડશે નહીં. વોટ્સએપ નંબર જાહેર કરે તેના પરથી જ ઓનલાઇન કામ થઈ જશે. પ્રોપર્ટી ટેક્સ બીલની વિગતો, પ્રોપર્ટી ટેક્સ પે, પાણી વેરાની વિગતો અને બિલ, જન્મ-મરણના પ્રમાણપત્રો, સપોર્ટ સંકુલોનું રજીસ્ટ્રેશન, ફરિયાદો, વાહન વેરા બિલ અને રિસીપ્ટ, મનપાના ટેન્ડરો અને ભરતીની માહિતી મળશે..

 

રાજકોટમાં કરવામાં આવેલ આ દરખાસ્તમાં જણાવવામાં આવ્યું છે કે, અત્યારે લોકો વિનામૂલ્યે ટોલ ફ્રી નંબર પર ફરીયાદ કરી શકે છે. જ્યારે હવે વ્હોટ્સએપ પર ફોટો કે વિડીયો સાથે પણ રસ્તા, ગટર, પાણી, સફાઇ સહિતની ફરીયાદો પણ મોકલી શકશે. નવો નંબર મળ્યા બાદ તાત્કાલિક સેવા શરૂ કરવાની તારીખ કોર્પોરેશન લોકો માટે જાહેર કરવામાં આવશે.