રાજકોટમાં PGVCL નું વીજ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે રાજકોટ PGVCL ના બીજા દિવસે દરોડા યથાવત જોવા મળી રહ્યા છે.જે પોલીસ બંદોબસ્ત સાથે PGVCL ટીમોના દરોડા પાડવામાં આવ્યા છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સુરક્ષા હેઠળ ટીમો ત્રાટકતા વીજચોરોમાં ફફડાટ સર્જાયો હતો. આ વિસ્તારમાં દરોડા દરમિયાન લોકો ડાયરેક્ટ વીજળી અને લંગરીયા નાખી વીજળી ચલાવતા હતા. રાજકોટમાં અનેક વખત ઓપરેશન હાથ ધરવામાં આવતા અમુક સમયગાળામાં ફરી વીજચોરીનું દૂષણ ઘૂસી જ જાય છે.

રાજકોટમાં હાલમાં 48 ટુકડી દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટ PGVCL ના 4 ડિવિઝન હેઠળ ના વિસ્તારો માં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.

(1) બેડીનાકા સબ ડિવિઝન:
તોપખાના, સિંધી કોલોની, જંકશન મેઈન રોડ, આવાસ, મહર્ષિ આવાસ, હેડગેવર આવાસ

(2) લક્ષ્મી નગર સબ ડિવિઝન:
ઉમાકાંત નગર, મવડી પ્લોટ, મહાદેવ વાડી વગેરે ઔદ્યોગિક વિસ્તાર.

(3) ઉદ્યોગ નગર સબ ડિવિઝન:
સમ્રાટ ઇન્ડ., લોહાનગર, ગોંડલ રોડ વગેરે ઔદ્યોગિક વિસ્તાર.

છેલ્લા અમુક દિવસથી વીજ કંપની દ્રારા વિજ ચોરી પકડી પાડવાની ચાલી રહેલી ઝુંબેશ દરમ્યાન આજે ગ્રામ્ય અને ઔધોગિક વિસ્તારોમાં આવેલા વેજ કનેક્શનોમાંથી વીજચોરી ઝડપાતા વીજ કંપનીએ શહેર- તાલુકામાંથી લાખોની વીજ ચોરી પકડી પાડી હતી. ત્યારે હવે રાજકોટ જિલ્લામાં વીજ વિભાગની ટીમો વીજચોરી ચેકીંગ માટે ત્રાટકી છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં વીજચોરી ખુબ જ વધી ગઈ છે. જેના કારણે સરકારે અને ખાસ કરીને પોલીસ વિભાગે આ મુદ્દે આકરું વલણ અપનાવીને વીજચોરી કરતા ઈસમો સામે લાલ આંખ કરી છે. અને આવા ઈસમોને પકડી પાડવા ઓપરેશન ચલાવવામાં આવ્યું છે.