રાજકોટવાસીઓ માઠા સમાચાર સામે આવ્યા છે. RTO દ્વારા રી-પાર્સિંગ ફિમાં વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા નવી સ્ક્રેપ પોલીસી જાહેર કરવામાં આવતા RTO દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેના કારણે રાજકોટવાસીઓને રી-પાર્સિંગ માટે ફી ચુકવવી પડશે.

RTO દ્વારા બાઇકમાં 233%, કારમાં 733%, ટ્રકમાં 940% નો રી-પાર્સિંગ ફીમાં વધારો કરવામાં આવ્યો છે. 2006 પહેલાના તમામ વાહનોને એપ્રિલ મહિનાથી RTOમાંથી ફિટનેસ સર્ટિ લેવું પડશે. ફિટનેસ સર્ટિ મળનાર વાહનોને મળશે વધુ 5 વર્ષની મુદત મળશે.

નોંધનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા નવી સ્ક્રેપ પોલીસી જાહેર કર્યા બાદ હવે 1 એપ્રિલથી દેશભરમાં વાહનોના રી-પાર્સિંગ ફીમાં વધારો કરવામાં આવશે. તેના લીધે રાજકોટમાં RTO દ્વારા રી-પાર્સિંગ ફિમાં વધારો કરવામાં આવ્યો છે.

રાજકોટમાં રી-પાસિંગ માટેની ફીની વાત કરવામાં આવે તો રૂપિયા 300 વસુલવામાં આવતા હતા. હવે તેના માટે લોકોને 1000 આપવા પડશે. જ્યારે કારની રી-પાર્સિંગની ફી અત્યાર સુધી રૂ. 600 લેવાતી હતી તે હવે તેને રૂ. 5000 કરી દેવામાં આવી છે. જેના લોકોને તેને માટે વધુ ફી ચુકવવી પડશે.

રી-પાર્સિંગની ફીના નવા ભાવ

 

સાધન પહેલા હવે
બાઈકના ૩૦૦ ૧૦૦૦
કારના ૬૦૦ ૫૦૦૦
ટ્રકના ૧૨૦૦ ૧૨૫૦૦