સુરતમાં પોલીસ કમિશ્નર તથા NCB ઝોનલ ડાયરેક્ટર દ્વારા “No Drugs In Surat City” અંતર્ગત રેલી કાઢવામાં આવી છે. ડ્રગ્સ અવેરનેસ અંગે અણુવ્રતદ્વાર થી પાર્લે પોઈન્ટ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રેલીમાં સુરતના પ્રતિષ્ઠિત નાગરિકો જોડાયા છે. ભગવાન મહાવીર યુનિવર્સિટી ના 300 જેટલા વિદ્યાર્થીઓ શિક્ષકો પણ જોડાયા છે.

સુરતની અલગ અલગ સામાજીક સંસ્થાઓના અગ્રણીઓ પણ જોડાયા છે. પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ મળી 500 જેટલા વ્યક્તિઓ રેલીમાં જોડાયા છે. રેલીમાં અલગ અલગ બેનર, પોસ્ટર સાથે સે નો ટુ ડ્રગ્સ નો સંદેશો આપવામાં આવ્યો છે.

સુરત શહેરના લોકોને ડ્રગ્સની આદતથી દુર રહેવા જાગૃત કરવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સુરત શહેરને ડ્રગ્સ મુક્ત બનાવવા ની “No Drugs in Surat City” પહેલ હાથ ધરવામાં આવી છે. સુરત શહેરમાં છેલ્લા લાંબા સમયથી નશીલા પદાર્થોનું વેચાણ મોટા પ્રમાણમાં થાય છે ત્યારે સુરત પોલીસે એક ખાસ અભિયાન શરૂ કર્યુ છે.