રાજ્યમાં સતત છેલ્લા થોડા સમયથી કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો. પરંતુ હવે થોડા દિવસોથી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે સુરતમાં ધીમે ધીમે વધતી કોરોના ફરી દસ્તક આપી છે. શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્રણ માસ બાદ એક દિવસમાં વધુ નવા 10 કેસ નોંધાયા છે.

સુરત શહેરમાં કોરોનાના નવા 8 અને ગ્રામ્ય માંથી નવા 2 કેસ નોંધાયા છે. નોંધાયેલ નવા કેસોમાં 4 દર્દીઓનો હિસ્ટ્રી બહારગામ પ્રવાસ રહ્યા છે. સુરતમાં હાલ 29 કેસ એક્ટિવ રહેલા છે. ત્રણ વિદ્યાર્થીઓ અને ટેક્સટાઇલ વેપારી સહિત 10 પોઝીટીવ રહેલા તમામ દર્દીઓ પોતાના ઘરે સારવાર લઈ રહયા છે.

તેની સાથે કેસો વધતા આરોગ્ય તંત્ર પણ સફાળું જાગ્યું છે. સુરત આરોગ્ય વિભાગ આવ્યું એક્શન મોડ પર આવેલ છે. આરોગ્ય વિભાગ સતત તપાસ હાથ ધરવામાં આવી છે.

નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 111 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોનાની સારવાર દરમિયાન 29 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,14,309 દર્દીઓ કોરોનાની સારવાર દરમિયાના સાજા થયા છે. કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 99.07 ટકાએ પહોંચી ગયો છે.