આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ દેશમાં 18 વર્ષથી વધુ વયના લોકોને કોરોનાનો બુસ્ટર ડોઝ ફ્રીમાં મળશે. તમામ સરકારી હોસ્પિટલમાં 15 જુલાઈથી પ્રિકોશન ડોઝ મળશે. ફ્રી ડોઝ આગામી 75 દિવસ માટે જ ઉપલબ્ધ હશે. બીજા ડોઝને 6 મહિના થયા હોય તે જ મુકાવી શકશે પ્રિકોશન ડોઝ છે.

સુરત શહેરના 150 સેન્ટર પર પાલિકા દ્વારા પ્રિકોશન ડોઝ માટે વ્યવસ્થા કરાઇ છે. 18 થી લઇ 59 વર્ષ સુધીના લોકો પ્રિકોશન ડોઝ મુકાવી શકશે. બે ડોઝ ફ્રીમાં આપવામાં આવ્યા હતા. બુસ્ટર ડોઝ માટે ચૂકવણી કરવી પડતી હતી. સુરત શહેરમાં 32744 લોકોએ રૂપિયા ચૂકવી બુસ્ટર ડોઝ લીધો છે.

સુરતમાં શહેરમાં 9,24,533 લોકોને વેક્સિનનો બુસ્ટર ડોઝ લેવાના બાકી છે. તેના લીધે સુરતમાં હવે આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ દેશમાં 18 વર્ષથી વધુ વયના લોકોને કોરોનાનો બુસ્ટર ડોઝ ફ્રીમાં આપવામાં આવશે. તેની સાથે રાજ્યમાં થોડા દિવસોથી કોરોનાના કેસમાં પણ વધારો થયો છે.