દેશમાં કોરોનાના નવા કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. દરરોજ કોરોનાના કેસ વધી રહ્યા છે. દિવસેને દિવસે કેસોમાં વધારો થઈ રહ્યો છે. આંકડો 8 હજારને પાર થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં 8,084 કેસ સામે આવ્યા છે ત્યાર બાદ સક્રિય કેસની સંખ્યા વધીને 47,995 થઈ ગઈ છે. જ્યારે આ સમયગાળા દરમિયાન 10 લોકોના મોત નીપજ્યા છે.

જાહેર કરાયેલા ડેટા મુજબ, દૈનિક હકારાત્મકતા દર (3.24%) પર પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 4 હજાર 592 લોકો કોરોનાથી સાજા થયા છે, જે બાદ રિકવરીનો આંકડો 4 કરોડ 26 લાખ 57 હજાર 335 પર પહોંચી ગયો છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા ત્રણ મહિનાથી દેશમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો, પરંતુ બુધવારે 93 દિવસ પછી એક દિવસમાં પાંચ હજારથી વધુ કેસ નોંધાયા હતા. આજે આ આંકડો 8 હજારને પાર થઈ ગયો છે.

દેશમાં કુલ સંક્રમિતોના આંકડા પર નજર કરીએ તો આ આંકડો 4 કરોડ 32 લાખ 32 હજાર 004 પર પહોંચી ગયો છે. જ્યારે અત્યાર સુધી આ મહામારીના કારણે જીવ ગુમાવનારની સંખ્યા 524,771 થઈ ગઈ છે.

દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં એન્ટી-કોરોનાવાયરસ રસીના 195 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 11 લાખ 77 હજાર 146 ડોઝ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં રસીના 195 કરોડ 19 લાખ 81 હજાર 15 ડોઝ આપવામાં આવ્યા છે.