રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ તેની સાથે ગરમીનો મારો પણ વધવાનું શરૂ થઈ ગયો છે. તેમ છતાં હવે તેને લઈને મોટી જાણકારી સામે આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધશે. તેની સાથે ફરીથી કચ્છ સૌરાષ્ટ્રમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે

હવામાન વિભાગ દ્વારા 1 લી એપ્રિલથી 3 એપ્રિલ સુધી હિટવેવની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે 43 ડિગ્રી ગરમીનો પારો જઈ શકે છે. એપ્રિલ મહિનો ઉનાળો આકરો બનશે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિત હિટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત આવતીકાલથી 43 ડિગ્રી પહોંચી શકે છે.

તેની સાથે અમરેલી રાજકોટ ભાવનગર સહિત હીટવેવની અસર રહેશે. તેની સાથે રાજ્યમાં ગરમીનો પ્રકોપ ધીરે-ધીરે વધવા લાગ્યો છે. પવનની દિશા બદલાતા હિટવેવની આગાહી કરાઈ છે. જ્યારે લોકોને ઘરથી જરૂર પડે તો જ બહાર નીકળવાની હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે.