વડોદરાના કરજણની પ્રાયોશા સોશિયટી ખાતે રહેનાર સ્વીટી પટેલ પાંચમી જૂનથી ગુમ થઈ ગયેલ હતી. પાંચમી જૂનના રોજ રાત્રે 1 વાગ્યાથી સવારે આઠ વાગ્યા દરમિયાન સ્વીટી પટેલ ઘરેથી ક્યાંક ચાલ્યા ગયાનું અનુમાન હતું. સ્વીટી પટેલ વડોદરા જિલ્લામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવનાર અજય દેસાઇના પત્ની હતા.

વડોદરા એસઓજી પી.આઈ ની પત્ની સ્વીટી દેસાઈના રહસ્યમય રિતે ગુમ થવાનો મામલો ચર્ચામાં હતો. ગુજરાત ATS અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સંયુક્ત રીતે તપાસ શરૂ કરી હતી. ત્યારે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના નિર્દેશથી મહત્વનો આદેશ કર્યો હતો.સમગ્ર કેસની તપાસ ગુજરાત ATS અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ હતી. ત્યારે આજ આ મામલે સૌથી મોટો.ખુલાસો થયો છે

ગુમ થયાના 49 દિવસ બાદ સ્વીટી પટેલની હત્યા થઈ હોવાનો ખુલાસો થયો છે, PI પતિ સ્વીટી પટેલની હત્યાનો આરોપી નીકળ્યો.

સ્વીટી પટેલની ગળુ દબાવીને હત્યા કરાઈ હતી. બાદમાં સ્વીટીને સળગાવી દીધી હતી. લગ્ન માટે દબાણ કરતી હોવાથી હત્યા કરાઈ હતી..વર્ષ ૨૦૧૬માં રૂપાલ માં મંદિરમાં ફેરા ફર્યા હતા.