મહેસુલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી આજે વડોદરાની મુલાકાતે આવેલા છે. માંજલપુરમાં આવેલ મામલતદાર કચેરી ખાતે રાજેન્દ્ર ત્રિવેદી પહોંચ્યા છે. રાજેન્દ્ર ત્રિવેદીએ કચેરીએ ઓચિંતી મુલાકાત લીધી હતી. રાજેન્દ્ર ત્રિવેદી સાથે ભાજપના કાર્યકરો પણ હાજર રહ્યા હતા. કચેરીમાં કામકાજનું મંત્રી નિરીક્ષણ કરી રહ્યા છે.

તેની સાથે દક્ષિણ ઝોન કચેરીમા જંત્રી મા વિસંગતતા જોવા મળી હતી. જંત્રી ના બે ભાવ હોવા નુ બહાર આવ્યુ છે. બે ભાવ હોવાનુ બહાર આવ્યુ છે. એક કેસમા જ નવ કરોડનુ નુકસાન આવ્યુ હોવાની વિગતો મળી છે.

દક્ષિણ ઝોન ના મામલતદાર રાજેશ અંકલપુરીયાની મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પૂછપરછ કરી છે. જ્ઞાતિ ના દાખલા માટે ધક્કા ખાતા બહેન માટે રૂબરુ ફોન કર્યો છે. નર્મદા ભવનમાં બેસતા નમિતા બેન સાથે વાત કરી આજે જ દાગલો કાઢી આપવા સુચના આપી છે. ભાડા માટે 50 રુપીયા આપ્યા છે.

મહેસુલ અને કાયદા મંત્રી દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. રાજેન્દ્ર ત્રિવેદીની માંજલપુરમાં મામલતદાર કચેરીની મુલાકાત લીધી હતી. કચેરીના કામકાજ અંગે ત્રિવેદીએ નિરીક્ષણ કર્યું હતું. ચેકિંગ દરમિયાન રાજેન્દ્ર ત્રિવેદીનું નિવેદન સામે આવ્યું હતું કે, ‘કોઈ ગેરરિતી છે કે નહીં તેની વિગતો આપીશ. ફરિયાદના આધારે રાજેન્દ્ર ત્રિવેદીનું સરપ્રાઈઝ ચેકિંગ હતું. અગાઉ પણ અનેક જગ્યાએ આ પ્રકારે મુલાકાત કરી છે.