સોલામાં જાણીતા RJ કુણાલના પિતાના આપઘાત મામલો હાલ ચર્ચામાં છે. પોલીસે કુણાલની પૂર્વ પત્નીના પરિવાર વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. દુષપેરનાને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સમાધાન માટે રૂ 1 કરોડની માંગ કરી હતી. રૂ 75 લાખ માં સમાધાન કરવાની વાત કરી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

નોંધનીય છે કે, આર જે કુણાલ ના પિતાએ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું હતું. સુઇસાઈડ નોટ લખીને આપઘાત કર્યો હતો. અગાઉ આર જે કુણાલ ની પૂર્વ પત્નીએ આપઘાત કર્યો હતો. પિતાના આપઘાત ને લઈને પોલીસે અકસ્માત મોત નોંધી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં જનતાનગર ફાટક પાસે એક વ્યક્તિએ ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક વ્યક્તિ અમદાવાદના જાણીતા આરજે કૃણાલના પિતા ઈશ્વર દેસાઈ રહેલ છે. મૃતક ઈશ્વર દેસાઈના મૃતદેહ પાસેથી એક સ્યુસાઈડ નોટ પણ પ્રાપ્ત થઈ હતી. જેમાં આજે કૃણાલની પૂર્વ પત્નીના પરિવારજનો સામે આરોપો લગાવવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

નોંધનીય છે કે, સોલા વિસ્તારમાં આવેલા જનતાનગર ફાટક પાસે ઈશ્વર દેસાઈ નામના વ્યક્તિનો મૃતદેહ પ્રાપ્ત થયો હતો. પોલીસ દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું છે કે, મૃતક રેડિયો જોકી કુણાલના પિતા રહેલ છે. આ સમગ્ર બનાવવામાં હાલ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.