ખેતરમાં નખાતી પાઇપલાઇનથી નુકસાન સંદર્ભે સાગર રબારીએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર, જાણો શું છે સમગ્ર મામલો

ગુજરાત ખેડૂત એકતા મંચના પ્રમુખ સાગર રબારીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરી છે. ખેડૂત એકતા મંચના પ્રમુખએ ક્રૂડ ઓઇલ પથરાતી પાઈલપાઈન સંદર્ભે મુખ્યમંત્રીને પત્ર મારફતે રજૂઆત કરવામાં આવી. ખાનગી કંપની ગેસ, ક્રૂડ લાઈનને કારણે ખેડૂતો અજાણ હોવાને કારણે ખેડૂત સાથે લઈને પાઇપલાઇન નાખવાની રજૂઆત કરી છે. ખાનગી ઓઇલ ગેસ પાઈપલાઈનના કારણે બાગાયત ખેતી કરી શકાતી નથી. આ અંગે વધુમાં સાગર રબારીએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં પાઈપલાઈનના પ્રશ્નથી ખેડૂતો પીડિત છે. કાયદામાં આ જ પ્રમાણે 85% અને 10% જંત્રીનો ભાવ આપવાની જોગવાઈ ચાલુ રહે.
કોઈપણ ખેડૂતના ખેતરમાં કોઈ પણ ફ્રૂડ, ગેસ કે પાણીની પાઈપલાઈન નાખવાની હોય ત્યારે સરકારે કોઈપણ પાઈપલાઈન નાખવા માટે જાહેરનામું બહાર પાડવાનું હોય છે. ખેડૂતો પાસે વાંધા મંગાવવામાં આવે અને એ ક્ષેત્રમાં આવતા દરેક ખેતરના માલિકો વાંધા રજૂ કરે. પાઈપલાઈન નાખવાથી ખેડૂતોની જમીન નકામી થઇ જાય છે આથી વળતરની જોગવાઈમાં ફેરફાર કરવામાં આવે. આ અન્યાયને નિવારવા માટે વિધાનસભામાં 2002ના વળતરની જોગવાઇમાં ફેરફાર કરીને ખેડૂતોને વળતર મળવું જોઈએ તો જ આ સમસ્યાનું નિરાકરણ આવી શકે.