ગાંધીનગરમાં સરકાર સામે પડતર મંગણીઓને લઈને માજી સૈનિકો દ્વરા ગાંધીનગરમાં ઉગ્ર આંદોલન કરવામાં આવી રહ્યું છે. તેની સાથે અમદાવાદના શાહીબાગમાં શહીદ સ્મારક નજીક માજી સૈનિક દ્વારા સૈનિક સન્માન યાત્રા યોજવામાં આવી છે. માજી સૈનિકો યાત્રા ને લઈને એકઠા થયા છે.

પોલીસે માજી સૈનિકની અટકાયતને લઈને બંદોબસ્ત ગોઠવ્યો છે. માજી સૈનિક અને શહીદ પરિવારના હક્કને લઈને સન્માન યાત્રા શરૂ કરી છે. માજી સૈનિક હિત માટે વિવિધ કલ્યાણ લક્ષી મુદ્દાઓની લડત શરૂ કરી છે. શાહીબાગ શહીદ સ્મારક થી ગાંધીનગર સચિવાલય સુધી સન્માન યાત્રા નીકળવાની છે.

તેની સાથે સમગ્ર ગુજરાત માંથી 10 હજારથી વધુ પરિવાર જોડાવવાની શકયતા રહેલી છે. છેલ્લા 4 વર્ષથી માજી સૈનિક પોતાના હક્ક માટે લડી રહ્યા છે. દેશના રક્ષકને પરિવારના રક્ષણ અને હક્ક માટે આંદોલન કરવું પડ્યું છે. સંગઠન આગેવાન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, શહીદોને વળતર, પૂર્વ સૈનિકોને જમીન પ્લોટ સહિતના 14 મુદ્દાઓ પર સરકાર તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.