ભારત આજે કારગિલ યુદ્ધની 23મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. આ દિવસે, 26 જુલાઈ 1999ના રોજ, ભારતીય સેનાએ કારગીલની દુર્ગમ પહાડીઓ પર વિજય ધ્વજ લહેરાવીને પાકિસ્તાની સેનાને હંફાવી દીધી હતી. જયારે, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને આર્મી ચીફ જનરલ મનોજ પાંડે, નેવી ચીફ એડમિરલ આર હરિ કુમાર અને એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. કારગીલ વિજય દિવસ નિમિત્તે.

કારગિલની પહાડીઓ પર થયેલા આ યુદ્ધમાં ભારતે પાકિસ્તાનને પરાજિત કર્યું હતું. ભારતના ઘણા જવાનો શહીદ થયા હતા. આવો જાણીએ એ 9 શહીદો વિશે જેઓ યુદ્ધમાં વિશેષ પરાક્રમ દર્શાવતા શહીદ થયા હતા. જેમને દેશ ક્યારેય ભૂલી શકશે નહીં.

જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાર્યરત એવા હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ દ્વારા આજે કારગીલ વિજય દિવસની ઉજવણીના ભાગરૂપે દેશના વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.