કોરોના કાળ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં આવનારી 10 માર્ચથી પરીક્ષાઓ શરૂ થશે.રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનાં 130 અલગ અલગ કેન્દ્રો પર 53050 વિદ્યાર્થી પરીક્ષા આપશે. રાષ્ટ્ર યુનિવર્સીટીમાં બી.એ, બી.કોમ સેમ 1, સહિતની પરીક્ષાઓ લેવાશે. રેગ્યુલર કોર્ષ બી.કોમ સેમ 1માં સૌથી વધુ 27962 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ઉપરાંત બી.એ સેમ 1માં આ વર્ષે કુલ 20420 વિદ્યાર્થી પરીક્ષા અપાશે. આ સાથે આ પરીક્ષામાં 73 ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવી છે. હવે જોવાનું એ રહ્યું કોરોનાકાળમાં ઑફ્લાઈન પરીક્ષોઓને લઈને રાજકોટ મનપા દ્વારા કેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે?

નોંધનીય છે કે, કોરોના કાળમાં ધીમે ધીમે શિક્ષણ અનલોક થયું છે. સ્કૂલોની સાથે કોલેજો પણ શરૂ થઈ છે. તો બીજી બાજૂ ચૂંટણીબાદ કોરોનાના કેસમાં પણ ઉતરોતર વધારો થઈ રહ્યો છે. ત્યારે કોલેજ પ્રશાસને પરીક્ષાનું આયોજન કર્યું છે. આ મામલે વિદ્યાર્થી સંગઠનોએ અનેકવાર રજૂઆત કરી છે ત્યારે હવે કોરોનામાં કેવી રીતે પરીક્ષાનું આયોજન થશે તેવું જોવું રહ્યું