સુરતમાં રાજસ્થાનથી સબસીડાઈઝ યુરિયા ખાતર મંગાવી ઇન્ડસ્ટ્રીઝ માં વેચવાનું મોટું કૌભાંડ ઝડપાયું છે. જિલ્લા ખેતીવાડી અધિકારીની ટીમે 1200 બેગ સાથે ગોડાઉન ઝડપી પાડ્યું છે. ખેતીવાડી અધિકારીએ ખટોદરા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે. જેમાં ગોડાઉનના બે સંચાલકો અને રાજસ્થાન થી યુરિયા મોકલનાર સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જે ખેતી નિયંત્રણ હુકમ 1985 અને આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.

શહેરમાં નિમ કોટેડ યુરિયાનો સુરતની ડાઈનગ અને પ્રોસેસ મિલોમાં બેફામ ઉપયોગ થાય છે. જો કે, થોડા દિવસો પહેલા જ એક મિલ માલિક સામે પણ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

નોંધનીય છે કે, એકતરફ ગુજરાતના ખેડૂતોનો આ વર્ષે ભારે વરસાદના કારણે ખેતરોમાં પાકને ઘણું નુકસાન થયું છે, ત્યારે બીજીતરફ ખેડૂતોના નામે ખાતર મેળવીને સબસિડીવાળું ખાતર બારોબાર ઉદ્યોગોને વેચી દેવાનું સુવ્યવસ્થિત કૌભાંડ પોલીસે પાડ્યું છે જેને લઈને પણ ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે.