કોંગ્રેસ નેતા અર્જૂનભાઇ મોઢવાડિયાએ માહિતી વિભાગની કલાસ 1 અને 2 વર્ગ ભરતી પર પ્રેસ સંબોધિત કરી હતી. મહત્વનું છે કે, હાઇકોર્ટ દ્વારા કલાસ ૧ અને ૨ વર્ગ ભરતી પર સ્ટે મુકવામાં આવ્યો છે. કોંગ્રેસ નેતા અર્જૂનભાઇ મોઢવાડિયાએ સરકાર પર ગંભીર આરોપ લગાવતા જણાવ્યું કે, કલાસ ૧ અને ૨ વર્ગ ભરતી જ નિયમ વિરૂદ્ધ થઈ છે. મધ્યપ્રદેશ ના વ્યાપમ બાદ ગુજરાતમાં વ્યાપક ભરતી કૌભાંડ થયા છે. કાયદા મુજબ કલાસ 1-2 ની ભરતી જીપીએસસી એ જ લેવી જોઈએ, પબ્લિક સર્વિસ કમિશનના બદલે રાજ્ય સરકારે ભરતી સમિતિ બનાવી હતી. વર્ગ 1 માં 8 અને વર્ગ 2 માં 15 અધિકારીઓની ભરતી થવાની હતી.રાજ્ય સરકારના બદલે ખાનગી કંપનીને હાયર કરી પરીક્ષા લેવાઈ છે. મળતિયા લોકોએ પરીક્ષા લીધી છે. પરીક્ષાની જગ્યા વાળા સીસીટીવી જાહેર કરવા પણ મોઢવાડિયાએ માંગ કરી છે.

વધુમાં મોઢવાડિયાએ જણાવ્યું કે, 3 નિવૃત કર્મચારીઓને ભરતી કમિટીમાં મુકાયા હતા. કમિટી ના ચેરમેન ઇન્ટરવ્યુ માં હાજર ના રહ્યા. પસંદગીમાં અનામત ના ધોરણોનું ઉલ્લંઘન કરાયું હતું. નિવૃત અધિકારીઓએ મનગમતા ને વધુ માર્ક્સ આપ્યા હતા. કમલમમાંથી લિસ્ટ મળ્યું એને અને રૂપિયા આપ્યા હતા એમને લિસ્ટ સામેલ કરાયા છે.

ડિપાર્ટમેન્ટ પરીક્ષામાં 2 વાર નાપાસ થયેલા કલાસ 1 ની પરીક્ષામાં બીજા નંબર પર રખાયા છે. પરીક્ષા પદ્ધતિમાં ગોબચારી વાળા ની તપાસ કરવામાં આવે છે. ભરતી, ભ્રષ્ટાચાર અને ભાજપને સગા ભાઈ બહેન જેવા સંબંધો છે.હવે ગુજરાતના લોકોને પરીક્ષા માં વિશ્વાસ નથી રહ્યો. માહિતી ખાતાની સમગ્ર ભરતી રદ કરવા માંગ કરવામાં આવી છે. તમામ પરીક્ષાઓ પબ્લિક સર્વિસ કમિશન લે તેવી માંગ કરવામાં આવી છે.

કોંગ્રેસની રેલીને મંજૂરી ના મળવા અંગે અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું કે, રાજકોટમાં ABVP ના કાર્યકરોએ રોંગ સાઈડમાં રેલી યોજી હતી.જે પાર્ટીના પ્રમુખ માજી બુટલેગર હોય એની પાસે શું અપેક્ષા રખાય છે. સી આર પાટીલ કે ભાજપની રેલી ને મંજૂરી મળે છે. ABVP રોંગ સાઈડ માં રેલી યોજી શકે છે.
અમને રેલી યોજવા મંજૂરી મળતી નથી. કોંગ્રેસ કાર્યાલય બહાર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. રોંગ સાઈડ માં જનાર સામે ગુનો નોંધવામાં આવે છે.

બ્રિજ ધરાશાયી થવા અંગે અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું કે, ભાજપનો વિકાસ ગાંડો થયા બાદ હવે હડકાયો થયો. પહેલા રસ્તાઓમાં ખાડા પડતા હતા. હવે ખાડામાં રોડ અને બ્રિજ પણ પડે છે. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે જેલની સજા ની જોગવાઈ થવી જોઈએ.