રાજ્યમાં છેલ્લાં કેટલાંક સમયથી સરકાર અને નાગરિકો કોરોના વાયરસના અસ્તિત્વને ભૂલી બેદરકારી દાખવી રહ્યા છે. જેનાં કારણે કોરોનાના કેસોમાં સતત ધીમો વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાની પહેલી લહેરમાંથી માંડ લોકોને કળ વળી હતી ત્યાં કોરોનાની બીજી લહેરે દાઝ્યા પર ડામ આપ્યો હતો, ત્યારે હવે કોરોના ના નવા વેરિયટ આ તમામ રેકોર્ડ તોડી રહ્યા છે. જેને લઈને ચિંતા ઉભી થઇ રહી છે.

દેશમાં કોરોનાના નવા વેરિયંટ ઓમિક્રોન ને કારણે ઘણો ખતરો વધી રહ્યો છે. ઓમિક્રોનના કેસોમાં દરરોજ વધારો થઈ રહ્યો છે. જેના કારણે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જે કોરોનાના વધતા ખતરાને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ રાજ્યોને સંપૂર્ણ રીતે તૈયાર રહેવા જણાવ્યું છે. આ ક્રમમાં કેન્દ્ર સરકાર દ્વારા બૂસ્ટર ડોઝ અંગે નિર્ણય લેવાના મુદ્દે પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે.

અમદાવાદ રાજય સરકાર આગામી 1લી જાન્યુઆરીથી રાજયની આઠ મહાપાલિકાઓમાં રાત્રિના 9થી સવારના પાંચ વાગ્યા સુધી કરફયુ કરવાની ગંભીર વિચારણા કરી રહી છે. આજે સાંજે મળનારી કેબિનેટની બેઠકમાં આ અંગે સત્તાવાર ઘોષણા કરી દેવામાં આવે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી : સૂત્રો

સુત્રોના જણાવ્યા અનુસાર રાજય સરકાર દ્વારા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ગત 25મીથી રાજયની આઠ મહાપાલિકાઓમાં રાત્રી કરફયુના સમયમાં બે કલાક વધારો કરવામાં આવ્યા બાદ હજી બે કલાકનો સમય વધારવાની તૈયારીઓ ચાલુ રહી છે. લોકડાઉન, મીની લોકડાઉન 31મીએ મુખ્યમંત્રી રાજકોટમાં રોડ શો કરવાના છે તે માટે અત્યારથી જંગી તૈયારીઓ ચાલીરહી છે