રાજ્યમાં ફરીથી ઠંડીનો દોર શરૂ થઈ ગયો છે. રાજ્યમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડ્યો છે. જ્યારે હજુ પણ રાજ્યમાં ઠંડી વધવાના અણસાર જોવા મળી રહ્યા છે. જ્યારે આ ઠંડીની મજા માણતા સવારમાં જોગીંગ કરતા લોકો જોવા મળી જાય છે.

જ્યારે કચ્છ કોલ્ડવેવ સાથેઠંડુગાર રહ્યું છે. ઉત્તર પૂર્વીય પવનોને લીધે રહેશે ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે.અમદાવાદમાં લઘુતમ તાપમાન 12.1 ડીગ્રી રહ્યુંહતું. ગાંધીનગર 11 ડીગ્રી સાથે ઠંડીવધી છે. વડોદરા માં લઘુતામ તાપમાન નો પારો 14.8 ડીગ્રી નોંધાયું છે. બે દિવસ તેજ પવનો સાથે ઠંડીનો રહેશે.

અમદાવાદમાં રાજયમાં ઠંડીનો ચમકારો યથાવત છે. રાજયના શહેરોમાં ઠંડીનો પારો ગગડીને 4 થી 16 પર પહોંચ્યો છે. અમદાવાદ નું મહત્તમ તાપમાન 25.8 ડીગ્રી , લઘુત્તમ તાપમાન 2.5 ડીગ્રી છે. પવનની ગતિ ધીમી થશે પરંતુ ઠંડી નો ચમકારો વધશે.

 

તેની સાથે મોર્નિંગ વોકર્સ અને કસરત કરતા લોકોની સંખ્યામાં વધારો થયો છે. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ વધવાના કારણે ગાઢ ધુમ્મસ સાથે ઠંડીનો ચમકારો વધ્યો છે. ધુમ્મસ ભર્યું વાતાવરણ હોવાના કારણે વાહનચાલકોને વાહનોની લાઈટ્સ ચાલુ રાખવાની ફરજ પડી હતી. તેના લીધે સવારમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.