અમદાવાદમાં કોરોનાના કાળો કહેર જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં સતત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે હવે આઈપીએલમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. અમદાવાદમાં રોકાયેલ કેકેઆર ટીમના બે ખેલાડીઓ કોરોનાગ્રસ્ત થઈ ગયા હતા. જેના કારણે કેકેઆર-આરસીબી વચ્ચે રમાવનારી મેચને રદ કરવામાં આવી હતી. જયારે અમદાવાદથી એક વિચિત્ર ઘટના સામે આવી છે.

અમદાવાદમાં ક્રિકેટરોના કાફલાને પસાર થવા માટે એમ્બ્યુલન્સને રોકવામાં આવી હતી. પાંજરાપોળ ચાર રસ્તા પાસેનો વિડીયો વાયરલ થયો છે. IPL ટીમના કોનવેયને પસાર કરવા એમ્બ્યુલનસને પોલીસે રોકી હતી. કોરોના મહામારીમા એમ્બ્યુલન્સને રોકતા ટ્રાફિક પોલીસ સામે સવાલ ઉભા થયા છે. શુ નાગરિકના જીવ કરતા ક્રિકેટરો નો પ્રોટોકોલ વધુ મહત્વ નો છે ? અમદાવાદ ટ્રાફિક પોલીસની શરમજનક કામગીરી જોવા મળી છે. પોલીસની કામગીરી પર લોકો ફીટકાર વરસાવી રહ્યા છે.

જ્યારે અમદાવાદમાં કોરોનાના કેસની વાત કરીએ તો છેલ્લા ૨૪ કલાકમાં ૪ હજાર ૬૧૬ અને ગ્રામ્યમાં ૫૫ કેસ સાથે કુલ ૪૬૭૧ કેસ સામે આવ્યા છે. જ્યારે આ દરમિયાન ૩ હજાર ૯૫૨ દર્દીઓ કોરોનાની સારવાર દરમિયાન સાજા થયા હતા. જ્યારે અમદાવાદમાં ૨૫ લોકોના મોત નીપજ્યા હતા. તેના કારણે આ આંકડો ૨ હજાર ૯૧૯ પહોંચી ગયો છે.