રાજ્યમાં ઔદ્યોગિક એકમોમાં થયેલા પ્રાણઘાતક અકસ્માતમાં બનેલી ઘટનાનો આંક સામે આવ્યો છે. રાજ્યમાં ઔદ્યોગિક એકમોમાં થયેલા અકસ્માતમાં બનેલી ઘટનાઓમાં અત્યાર સુધી 76 લોકોના મોત થયા છે. છેલ્લાં એક વર્ષમાં રાજ્યના 8 જીલ્લામાં આવી ઔદ્યોગિક એકમોમાં દુર્ઘટનાઓ બનેલી છે.
રાજ્યના 8 જીલ્લામાં છેલ્લાં 1 વર્ષમાં ઔદ્યોગિક એકમોમાં કુલ 72 પ્રાણઘાતક ઘટનાઓ બની.આ કુલ જિલ્લાઓમાં બનેલી ઘટનાઓમાં અમદાવાદના ઔદ્યોગિક એકમોમાં બનેલી ઘટનાઓ તો સમાવેશ જ નથી થતો.કદાચ અમદાવાદની ઘટનાનાં આંકડા સરકાર લાગે ભૂલી જ ગઈ છે. અમદાવાદમાં ભાજપના ધારાસભ્યો ગૃહમાં હાસ્યાસ્પદ સવાલો કરતાં હોવાની ઘટના પણ સામે આવી છે. ગૃહમાં અમદાવાદમાં બનેલી ઘટનાઓ અંગે સવાલ પુછવાની જગ્યાએ અન્ય વિસ્તારોના સવાલો પુછી ભાજપનાં નેતાઓ ગૃહમાં ખાલી પોતાની હાજરી પૂરાવે તેવું લાગે છે.અમદાવાદમાં નિકોલ વિધાનસભાના ભાજપી ધારાસભ્ય જગદીશ પંચાલ ખેડા વિધાનસભા બેઠકના સવાલો કરે છે, તો પાડોશમાં આવેલી વટવા વિધાનસભામાં બનેલી ઘટનાઓને ગૃહમાં દબાવવાનો પ્રયાસ કરે છે ?

રાજ્યમાં ઔદ્યોગિક એકમોમાં થયેલા પ્રાણઘાતક અકસ્માતમાં બનેલી ઘટનાનો અંક નીચે મુજબ છે, જે જોઈ તમારી આંખો પોહળી જ થઇ જશે….

જીલ્લો અકસ્માત મોત
સુરેન્દ્રનગર 01 01
કચ્છ 10 11
વલસાડ 19 20
મહેસાણા 5 5
ખેડા 02 02
રાજકોટ 09 09
વડોદરા 07 08
વલસાડ 19 20