ગુજરાત છેલ્લા કેટલાંક સમયથી ચોરી, લુંટફાટ અને હત્યાની ઘટનાઓમાં દિન – પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યના મુખ્ય શહેરોમાં ક્રાઈમની ઘટનામાં ઊછાળો જોવા મળી રહ્યો છે. લુખ્ખા તત્વોની દાદાગીરી સામે આવી રહી છે. જાણો પોલીસનો ડરનો હોય તેમ આવા તત્વો બેફામ બન્યા છે.

દિન-પ્રતિદિન લુંટ, ચોરી, ચીલઝડપ સહિતના બનાવો વધી રહ્યાં છે. કોરોનાકાળમાં અનેક લોકોની નોકરીઓ છૂટી જતા. ધંધો ન રહેતા લોકો ગુનાખોરીના માર્ગે વધ્યા છે. આ કારણોસર સામાન્ય માણસની ચિંતામાં વધારો થયો છે. જે રાજ્યમાં દિવસેને દિવસે લુખ્ખા તત્વોનો આતંક વધી રહ્યો છે. એવામાં આજે અમદાવાદમાં હત્યાની ઘટના સામે આવી છે. જેમાં એક જ પરિવારના ચારની હત્યા કરવામાં આવી હતી.

તેની સાથે ઓઢવ ચાર લોકોની હત્યા કેસમાં નવો ઘટસ્ફોટ થયો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવી અનેક શંકાઓ ભરેલી વાતો સામે આવી છે. ઘટનાને સાંજે 7 થી 9 માં અંજામ આપ્યો હોવાની પ્રબળ શક્યતા રહેલી છે. ઘટનાના દિવસે વિનોદ ના ઘરે સોનલે માતા અને દાદીને જમવા માટે બોલાવ્યા હતા. દાદી પહેલા આવી ગયા બાદમાં સોનલની માતા આવી હતી. સોનલની માતાને બધા બહાર ગયા છે કહીને વિનોદ એ ઘરના આંગણે થી જ રવાના કરી હતી. આ દરમિયાન શાબ્દિક બોલાચાલી કર્યા બાદ સાસુ પર વિનોદ એ હુમલો કર્યો હતો.

આ સિવાય વિનોદની સાસુએ પડી જતા ઇજા થઇ હોવાનું જણાતા કોઈ કાર્યવાહી નહોતી થઈ. હુમલા બાદ વિનોદ એ ફરાર થઇ વતન માં રહેતા પરિવારનો સંપર્ક કર્યો હતો. કોઈએ પરીવાર ને વિખેરી નાખ્યો હોવાનું જણાવી બરબાદ થઈ જતા જાન બચાવી ભાગ્યો હોવાનું જણાવ્યું હતું. બીજી વાર પણ સાગલી પરિવાર ને ફોન કરી બેંગ્લોર હોવાનું જણાવ્યું હતું. વિનોદે થોડા દિવસ પહેલા જ મકાન વેચ્યું હોવાથી તેની પાસે રૂપિયા આવ્યા હતા. બાદમાં વિનોદની પત્ની અને સાસરિયાઓ મકાન લેવા સેટલ થવા દબાણ કરતા હતા. હત્યા કર્યા બાદ લાશ ને અલગ અલગ જગ્યાએ આરોપીએ ગોઠવી દીધી હતી. આરોપી હાલ દક્ષિણ ભારત અથવા વતન તરફ હોવાની પોલીસને શંકા છે.