સૌરાષ્ટ્રના નામાંકિત પુજારા ટેલિકોમમાં IT દરોડા મામલે મહત્વની અપડેટ

રાજકોટમાં સૌરાષ્ટ્રના નામાંકિત પુજારા ટેલિકોમમાં ગઈકાલે દરોડા પાડવામાં આવ્યા હતા, જેને લઈને હાલમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે. ત્યારે આજે આ તપાસ પૂર્ણ થાય તેવી સંભાવના જણાઈ રહી છે. જે દિલ્હીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જો કે આ દિલ્હીની ટીમે સ્થાનિક ટીમને અંધારામાં રાખી અહીં દરોડા પાડ્યા હતા. પૂજારાના CA જે.સી. રાણપરાની ઓફિસમાં પણ તપાસ કરવામાં આવી રહ્યા છે.
જો કે, રાજકોટમાં IT વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે. ચાઇનીઝ કંપની ઓપ્પો પર દેશવ્યાપી દરોડા પાડવામાં આવી રહ્યા છે. દેશમાં દિલ્હી સહિત અનેક રાજ્યોમાં દરોડા પડ્યા હોવાનું જાણવા મળી રહ્યુ છે. ત્યારે ગુજરાતનાં ડીલર પર પણ તવાઇ બોલાવવામાં આવી છે. જે રાજકોટમાં પુજારા ટેલિકોમ મુખ્ય ડીલર છે. જેને લઈને હાલમાં It ની અલગ અલગ ટીમ તપાસ કરી રહી છે.
હાલમાં ગુજરાતના ડીલર પૂજારા ટેલિકોમ પર ઈનકમ ટેક્સ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જે શહેરના યાજ્ઞિક રોડ પર આવેલ પૂજારા ટેલિકોમની મુખ્ય ઓફિસ પર દિલ્હીની ટીમ દ્વારા સર્ચ ચાલુ છે. ઈનકમ ટેક્સ વિભાગ દ્વારા હાલમાં યોગેશ પુજારા-રાહિલ પુજારાને ત્યાં સર્ચ હાથ ધરવામાં આવી રહ્યું છે. હાલમાં ઓપો કંપની પર દેશવ્યાપી દરોડા પાડવામાં આવી રહ્યા હોવાનું જાણવા આવી રહ્યું છે. જે દેશવ્યાપી દરોડાથી ભારે ચર્ચાઓમાં આવી રહ્યું છે.