મહેસાણા ઊંઝાના જીરાના બે વેપારીઓનું ગઈકાલે અપહરણ થયું હતું. ગઈકાલે બે વેપારીઓનું રૂપિયાની લેતીદેતી મામલે અપહરણ થયું હતું. આજીડેમ પોલીસે જામનગરના જાવેદ અને પ્રભુ ભેસદરિયાને ફિલ્મી ઢબે પકડી લેતી.અપહરણ બાદ રાજ્યભરની પોલીસને જાણ કરવામાં આવી હતી. અન્ય ત્રણ શખ્સો ફરાર થયા છે. વેપારીઓને મુક્ત કરાવાયા છે.

ઊંઝાના વેપારીનું તેના સાળા એ જ અપહરણ કરાવ્યું છે. રાજકોટ પોલીસે અપહ્તને મુક્ત કરાવી બેને પકડ્યા છે. ઊંઝાના વેપારી અને તેના ભાગીદારનું અમદાવાદથી અપહરણ થયું હતું. એક રાત ભાવનગરની વાડી માં રાખ્યા બાદ રાજકોટ નજીક છુટકારો થયો હતો. મહીકા નજીક પોલીસ જોઈ વેપારીએ અપહરણ કારની ચાલુ કારમાંથી કૂદકો મારી પોલીસ સહાય લીધી હતી. ઊંઝાના જીરાના વેપારી ભરત અંબાલાલ પટેલ ભાગીદાર પાર્થ રમેશ પટેલ નું અપહરણ થયેલ હતું. વેપારીનું ભરતના સાળા મોટી બાણુંગારના પ્રભુદાસ જીરાના હિસાબને લઇ અપહરણ કરાવ્યાનું ખૂલ્યું છે.

ગુજરાત છેલ્લા કેટલાંક સમયથી ચોરી, લુંટફાટ, છેતરપિંડી અને હત્યાની ઘટનાઓમાં દિન – પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યના મુખ્ય શહેરોમાં ક્રાઈમની ઘટનામાં ઊછાળો જોવા મળી રહ્યો છે. લુખ્ખા તત્વોની દાદાગીરી સામે આવી રહી છે. જાણો પોલીસનો ડરનો હોય તેમ આવા તત્વો બેફામ બન્યા છે.

દિન-પ્રતિદિન લુંટ, ચોરી, ચીલઝડપ સહિતના બનાવો વધી રહ્યાં છે. કોરોનાકાળમાં અનેક લોકોની નોકરીઓ છૂટી જતા. ધંધો ન રહેતા લોકો ગુનાખોરીના માર્ગે વધ્યા છે. આ કારણોસર સામાન્ય માણસની ચિંતામાં વધારો થયો છે. જે રાજ્યમાં દિવસેને દિવસે લુખ્ખા તત્વોનો આતંક વધી રહ્યો છે.

જો કે રાજ્યમાં સતત ક્રાઈમની ઘટના બનતા સરકાર અને પોલીસ તંત્રની કામગીરી સામે સવાલ ઉભા કરી રહી છે, શું ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાનિક સ્થિતિ કથળી રહી છે.