વડોદરામાં ધીમા પગલે કોરોનાનું આગમન, 112 દર્દીઓ અત્યારે કોરોના પોઝિટીવ

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના ની ત્રીજી લહેરની દસ્તક જોવા મળી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે કેમ કે રાજ્યમાં સતત કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. તેની સાથે ઓમીક્રોનનો કહેર પણ જોવા મળી રહ્યો છે કેમ કે તેના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. તેના લીધે સરકારની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે.
હવે વડોદરા શહેરમા પણ ધીમા પગલે કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ગઈ કાલે 17 કેસ નોંધાયા અને 20 દિવસમા દર્દી બમણા કરવામાં આવ્યા છે. 11 વિસ્તારમાં નવા કેસ નોંધાયા છે. 8 ડિસેમ્બર ના રોજ 55 દર્દી હતા. આજે 112 દર્દી થયા છે. તેની સાથે કોરોન્ટાઈન લોકોની સંખ્યા 475 થઈ ગઈ છે.
નોંધનીય છે કે, રાજયમાં છેલ્લા ૨૪ કલાકના કોરોનાના કેસોએ ચિંતામાં વધારો કર્યો છે. રાજ્યમાં કોરોના ના 394 કેસ સામે આવ્યા છે. આ સિવાય ૫૯ દર્દી કોરોનાની સારવાર દરમિયાન સાજા થયા છે. જ્યારે અમદાવાદમાં છેલ્લા ૨૪ કલાકમાં 182 કેસ સામે આવ્યા છે. તેની સાથે રાજ્યમાં 1 દર્દીનું મોત પણ થયું છે.