ગીરસોમનાથના મુખ્ય મથક વેરાવળમાં વૃક્ષછેદનનો મામલો ગરમાયો છે. વેરાવળમાં શ્રી શ્રી રવિશંકર પાર્કમાં એકસાથે 1800 જેટલા વૃક્ષનું છેદન કરી દે આ પૂર્વે કચવાટ ઊભો થયો છે. શ્રીપાલ સોસાયટીમાં 1800 જેટલા ઘટાદાર વૃક્ષનું છેદન રોકવા સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા છે.

વેરાવળ નગરપાલિકાની શ્રી શ્રી રવિશંકર પાર્ક પર ખરાબ નજર છે તેવો આક્ષેપ લગાવ્યો છે.વાઈરલ વીડિયોમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે, આ પાર્કની જગ્યાએ ઓડિટોરિયમ કે શોપિંગ કોમ્પલેક્ષ બનાવવા આવશે તો વૃક્ષોનું છેદન કરવામાં આવી શકે છે. શ્રી શ્રી રવિશંકર પણ આ પાર્કમાં સોમનાથ ની મુલાકાતએ આવ્યા ત્યારે લઈ ચુક્યા છે. ત્યારે 1800 વૃક્ષોને બચાવવા શ્રી શ્રીના અનુયાયીઓ આવ્યા છે.

શ્રી શ્રી ના અનુયાયી વિજય સાગરે આ અંગેનો વીડિયો બનાવ્યો છે. વીડિયો મારફતે તેઓએ PM મોદી અને CM રૂપાણી ને અપીલ કરી છે કે, આ પાર્ક ને બચાવો. જો જરૂર પડે તો આ પાર્કનુ નામ બદલી દો, પણ વૃક્ષો ન કપાય તેવી વાત રજૂ કરી છે. જો વૃક્ષનું છેદન કરવામાં આવશે તો સોમનાથ નગરપાલિકા ના ઇતિહાસમાં કાળો અધ્યાય લખાશે તેવો વિડીયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.