વડોદરા સહિત રાજ્યના જીએમઈઆરએસ કોલેજના તબીબી પ્રાધ્યાપકો હડતાળ પર ઉતર્યા છે. આજથી કોવિડની કામગીરી તબીબી પ્રાધ્યાપકોએ બંધ કરી છે. કોરોના દર્દીઓની આજથી અચોક્કસ મુદ્દત સુધી તબીબી પ્રાધ્યાપકો સારવાર કરશે નહિ. ત્યારે તબીબી પ્રાધ્યાપકો ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલના ડીન ઑફિસ બહાર દેખાવો કરી રહ્યા છે. સરકારી મેડિકલ કોલેજના પ્રાધ્યાપકોને મળતાં તમામ લાભો મળે તેવી માંગ કરી છે. રાજ્યની જીએમઇઆરએસ સંચાલિત ૦૮ મેડિકલ કોલેજમાં 650 થી વધુ પ્રાધ્યાપક ફરજ બજાવે છે. 10 વર્ષ થવા છતા તેમના પીએફ એકાઉન્ટ ખોલવામાં આવ્યા નથી આવ્યાં. તેમના પ્રમોશનની કોઇ જ સુવિધા ઉભી કરવામાં આવી નથી.

રાજ્યની જીએમઇઆરએસ સંચાલિત 8 મેડિકલ કોલેજના ડૉક્ટર પ્રાધ્યાપકો અને કર્મચારીઓએ આજે હડતાલ પર ઉતર્યા છે. પોતાની જૂની માંગ સંતોષવામાં નહી આવતાં હડતાળ ઉપર જવાની ચીમકી તેઓએ ઉચ્ચારી હતી. રાજ્ય સરકાર કોઈ ઉકેલ નહીં લાવે તો આગામી દિવસોમાં સંપૂર્ણ હડતાલ પર જવામાં આવશે.

10 વર્ષથી રેગ્યુલર એપોઇમેન્ટ હોવા છતાં PF કપાતુ નથી. પ્રમોશન સહિતના 14 જેટલા‌ મુદ્દાને લઈને તેઓ હડતાળ પર છે. સરકારે એક વર્ષ પહેલા માંગણીઓ પુરી કરવાનુ વચન આપી અમલ ના કરતા તબીબો હડતાલ પર ઉતર્યાં છે.