BJ મેડિકલ કોલેજની ગર્લ્સ હોસ્ટેલ રહેવા લાયક ન હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. સરકારના પ્રોજેકટ ઇમ્પ્લેમેન્ટશન યુનિટે હોસ્ટેલનો સર્વે કરી રિપોર્ટ આપ્યો છે. ખરાબ હોસ્ટેલ હોવાથી છેલ્લા 2 દિવસથી સતત BJ ના વિદ્યાર્થીઓ દ્વારા રેલી કાઢવામાં આવી છે. જે હોસ્ટેલ જર્જરીત થઈ ગઈ હોવા છતાં ગર્લ્સ રહેવા માટે મજબૂર બની રહી છે. જેના કારણે અમદાવાદ હોસ્ટેલ સહિતની સુવિધાઓ મુદ્દે બી.જે.મેડિકલ કોલેજના એમબીબીએસના વિદ્યાર્થીઓએ આજે બીજા દિવસે પણ રેલી કાઢી હતી અને ધરણા પર બેસી ઉગ્ર વિરોધ સાથે હોસ્ટેલની માંગ કરી હતી.

બી.જે.મેડિકલ કોલેજમાં એમબીબીએસ-યુજી મેડિકલના ૯૦૦થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.જેમાં ૭૦૦થી વધુ છોકરાઓ અને ૨૫૦થી વધુ છોકરીઓ છે. વિદ્યાર્થીઓ છેલ્લા 3 દિવસથી વિરોધ કરી રહ્યા છે. આજે વિદ્યાર્થીઓએ કાળા કપડા અને સફેદ પટ્ટી ધારણ કરીને વિરોધ કર્યો હતો. તેમ છતા કોલેજ પ્રશાસન દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવી રહી છે. તેમ છતા પણ વિદ્યાર્થીઓની કોલેજને જરા પણ ચિંતા નથી.

આ અંગે અવારનવાર રજૂઆત કર્યા બાદ પણ સત્તાધીશો દ્વારા કોઈ ઉકેલ ન લવાતા વિદ્યાર્થીઓએ હવે નિયમિત દેખાવો અને રેલી કાઢવાનું શરૂ કર્યું છે. રાજ્ય સૌથી મોટી અને સૌથી સરકારી મેડિકલ કોલજ સરકારના આરોગ્ય વિભાગ હેઠળ જ સીધી આવે છે પરંતુ સરકારના આરોગ્ય વિભાગ દ્વારા હજુ સુધી એમબીબીએસના વિદ્યાર્થીઓને હોસ્ટેલ જેવી પ્રાથમિક સુવિધા પણ સારી રીતે આપવામા આવી નથી.