ગુજરાતમાં વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે રાજકીય પક્ષોના દિગ્ગજો રાજ્યના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે પીએમ મોદી વધુ એક વખત પોતાના માદરે વતન આવી રહ્યા છે જેને લઈને વડાપ્રધાન ની સુરક્ષા માટે એસપીજી ની ટીમો વડોદરા આવી પહોંચી છે. પોલીસે પણ આભેદ સુરક્ષા માટે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. 24 આઇપીએસ, 120 પીઆઈ,225 પીએસઆઈ, 4600 પોલીસ, 1000 હોમગર્ડ, 3 કંપની એસાઆરપી ની તૈનાત કરશે. નભ સ્થળની બે કિમીમાં અંતરમાં પાર્કિંગ ની વ્યવસ્થા કરવામાં આવી છે.

એસટી ના ડ્રાયવરો એ બે વખત રિહર્સલ કર્યું છે. વડાપ્રધાન ની સુરક્ષા માટે એસપીજી ની ટીમો વડોદરા પહોંચી છે. પીએમ મોદી વડોદરામાં રૂ. ૫૭૧ કરોડના ખર્ચે નિર્માણ થનાર ભારતીય ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયના નવા ભવનનો પણ શિલાન્યાસ કરશે.

વડોદરા એરપોર્ટ ખાતે પ્રદેશ ભાજપ મહામંત્રી, મેયર, સાંસદ, ભાજપ પ્રમુખ, મ્યુનિ કમિશનર સહિત અધિકારીઓની હાજરીમાં તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભાને સંબોધન કરવાના છે. પીએમ મોદી મહિલા લાભાર્થી અને આવાસ યોજના લાભાર્થીઓને સંબોધન પણ કરશે.