રાજ્ય સરકારની આજે કેબિનેટ બેઠક યોજાઈ હતી. કેબિનેટ બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અતિવૃષ્ટિ ના કારણે થયેલ નુકશાની વળતર સંદર્ભે કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ સિવાય રાજ્ય સરકારના નીતિ વિષયક નિર્ણયો ચર્ચા કરવામાં આવી હતી.

ત્યારે આ બેઠકમાં રાજ્ય સરકારે સરકારી નોકરીમાં ભરતી માટે વયમર્યાદામાં છૂટછાટ આપી છે. કોરોના ના સમયગાળા દરમિયાન ભરતી થઈ ન હોવાના કારણે એક વર્ષની છુટછાટ આપી છે. ત્યારે ભરતી અંગે રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે. થોડા દિવસ પૂર્વે પીએસઆઈ ના ફોર્મ ભરવાના રહી ગયા હોય એમને છૂટ અપાઈ હતી.

કેબિનેટ બેઠકમાં 100 દિવસના એક્શન પ્લાનનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. તમામ વિભાગે 100 દિવસનો એક્શન પ્લાન રજુ કર્યો હતો. મુખ્યમંત્રીએ તમામ વિભાગો પાસેથી એક્શન પ્લાન મંગાવ્યો હતો. પ્રજાલક્ષી મુદ્દાઓ ને પ્રથમ હરોળમાં રાખવા સૂચના આપવામાં આવી છે.

રાજ્ય સરકાર સરકારી નોકરીમાં ભરતી માટે વયમર્યાદામાં છૂટછાટ આપી છે. કોરોનાના સમયગાળા દરમિયાન ભરતી થઈ ન હોવાના કારણે એક વર્ષની છુટછાટ આપી છે. આજની કેબિનેટ બેઠકમાં આ સંદર્ભે ચર્ચા વિચારણા થઇ હતી. ત્યારે આ મુદ્દે રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે. થોડા દિવસ પૂર્વે પીએસઆઈ ના ફોર્મ ભરવાના રહી ગયા હોય એમને છૂટ આપાઈ છે.

– સરકારની સીધી ભરતીમાં વય મર્યાદાનો વધારો 01/09/2021 થી 31/08/2022 સુધી લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.
– કોમ્પિટિટિવ પરીક્ષાઓ દ્વારા સીધી ભરતી માટે સ્નાતક કે સમકક્ષ લાયકાતમાં બિન અનામત ઉમેદવારોમાં હાલની વય મર્યાદા 35 છે તેમાં 1 વર્ષનો વધારો કરી 36 કરવામાં આવી છે.
– સ્નાતક કરતા ઓછી લાયકાત ધરાવતી જગ્યાઓના કિસ્સામાં બિન અનામત પુરૂષ ઉમેદવારો માટે 33 વર્ષની વય મર્યાદા હતી જેમાં 1 વર્ષનો વધારો કરી 34 વર્ષની વય મર્યાદા કરવામાં આવી છે.
– એસટી, એસસી અને ઓબીસી અને આર્થિક રિતે નબળા પુરૂષ ઉમેદવારો આ કિસ્સામાં સ્નાતક કે સમકક્ષ લાયકાતમાં માટેની હાલની વય મર્યાદા 40 હતી જેમાં 1 વર્ષનો વધારો કરી 41 કરવામાં આવી છે. જ્યારે આ કેટેગરીમાં સ્નાતકથી નીચેની કક્ષા માટે 38 વર્ષની વય મર્યાદા છે તે વધારીને 1 વર્ષ માટે 39 કરવામાં આવી છે.
– મહિલાઓને 5 વર્ષની છૂટછાટ મળતી હોય છે તે પછી તેમની વય મર્યાદા 45 વર્ષ સુધી સિમિત રાખવામાં આવી છે.
– બિન અનામત મહિલા ઉમેદવારોના કિસ્સામાં સ્નાતક કરતા ઓછી લાયકાત ધરાવતી જગ્યાઓના કિસ્સામાં હાલમાં 38 વર્ષની વય મર્યાદાની જોગવાઈ છે જેમાં 1 વર્ષનો વધારો કરી 39 વર્ષની વય મર્યાદા કરવામાં આવી છે.
– સ્નાતક કક્ષાની જગ્યાઓમાં બિન અનામત મહિલા ઉમેદવારોના કિસ્સામાં હાલની 40 વર્ષની વય મર્યાદામાં વધારો કરીને 41 વર્ષ કરવામાં આવ્યા છે.
– એસસી, એસટી, ઓબીસી અને ઈબીસીના વર્ગની મહિલા ઉમેદવારોના કિસ્સામાં સ્નાતકથી નીચેની લાયકાતવાળી જગ્યાઓમાં હાલની વય મર્યાદા 43 છે જે 1 વર્ષ વધારીને 44 કરવામાં આવી છે. જો કે, આ કેટેગરીમાં 45 વર્ષની વય મર્યાદા સિમિત છે.
– રાજ્યની સરકારની સેવા અનેકે જગ્યાઓમાં એસસી, એસટી અને એસીબીસી તેમજ મહિલા કેટેગરીમાં મહત્મ રીતે નક્કી કરેલી વય મર્યાદામાં 5 વર્ષની છૂટછાટ. કોઈપણ સંજોગોમાં 45 થી વધે નહીં તે પ્રકારે નક્કી કરવામાં આવ્યું છે.