અમદાવાદની વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં પતિ-પત્નીનો ઝઘડો પોલીસ મથકે પહોંચ્યો છે. જેમાં પતિએ દ્વારા પત્ની પર વિચિત્ર આરોપ લગાવવામાં આવ્યો છે. જેના લીધે પોલીસ સ્ટેશનમાં આ વિચિત્ર બાબત સામે આવતા પોલીસ ટીમ પણ અચંબામાં મુકાઈ ગઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ, પતિએ પત્ની સામે ચોરીની ફરીયાદ દાખલ કરવામાં આવી છે. જયારે પત્ની દ્વારા પતિ સામે બળાત્કાર, ત્રાસ અને છેડતીની ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. જેની સાથે પતિના અન્ય સ્ત્રી સાથે સબંધ હોવાનો પત્ની દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

જ્યારે આ મામલામાં જાણકારી સામે આવી છે કે, પતિએ ઝઘડો થતા હોવાથી કંટાળી ઘરેથી નીકળી ગયા બાદ હોસ્પિટલમાંથી પત્નીએ ત્રણેક લાખની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાવી દીધી હતી. આ મામલામાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.