અમદાવાદના રેલવે સ્ટેશનથી વિચિત્ર ઘટના સામે આવી છે. પી.પી.એસ. હેલ્થ સેક્રેટરી-રાયપુર તરીકે ઓળખાણ આપી બે વ્યક્તિઓ દ્વારા વીઆઈપી રૂમમાં સંપૂર્ણ રાત્રી આરામ ફરમાવ્યા બાદ સવારના ચાલ્યા ગયા હતા. જેના કારણે આ કિસ્સો ચર્ચામાં આવી ગયો છે.

આ મામલે અમદાવાદ રેલવે ના અધિકારી દ્વારા ઠગાઈની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પી.પી.એસ. હેલ્થ સેક્રેટરી-રાયપુર તરીકે ઓળખ આપી બે શખ્સો દ્વારા ઠગાઈ કરવામાં આવી હતી. રેલવેની કોમર્શીયલ પ્રોપર્ટીની ખોટી ઓળખ આપી ઉપયોગ કરતા ફરિયાદ દાખલ કરી છે.

જ્યારે આ મામલામાં રવિ પાંડે અને શરદ પાંડે સામે ફરીયાદ દાખલ કરી છે. રેલવે પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ઠગાઈ કરનાર બંને આરોપીઓ સામે અગાઉ પાટણમાં ફરિયાદ નોંધાયાનું સામે આવ્યું છે. રેલવેના અધિકારી સાથે ખોટી ઓળખ આપી ઠગાઈ કરતા ગુનો નોંધી પોલીસ દ્વારા ઠગાઈ કરવામાં આવી છે.