બી.કોમ સેમ 3ના પેપરલીકનો મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ લીધા કડક પગલાં….!

રાજ્યમાં પેપર ફૂટવાનો મામલો યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં વધુ એક પેપર લીક થયું હોવાની ઘટના સામે આવી હતી. જે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં બીકોમનું પેપર ફૂટવાનો મામલો સામે આવ્યો હતો. ત્યારે રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર લિકકાંડનો મામલે રાજકોટ પોલીસ મોટા ખુલાસાઓ કરશે. રાજકોટની ગીતાંજલી કોલેજમાંથી જ પેપર ફૂટ્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. ક્લાર્ક સહિત 6 શખ્સોની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આઈ.પી.સી 406 અને 120(બી) અને 120(સી) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મનોહરસિંહ જાડેજા, ડીસીપી ઝોન 2, રાજકોટ પોલીસ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ક્યારે પેપર લીક થયા હતા.
-27 એપ્રિલ 2014 માં બીસીએ લોરીયસ કોલેજમાંથી રાજકોટ
-27 ઓક્ટોબર 2016 માં બીએસસી કેમેસ્ટ્રીનું પેપર વોટ્સએપ પર ફરતું થયું….
-23 ડીસેમ્બર 2021 અર્થશાસ્ત્ર બી.કોમ સેમેસ્ટર-3…
રાજકોટ બિ.કોમ સેમ 3ના પેપર લિક મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વાર સરદાર પટેલ લો કોલેજ, બાબરાનું પરીક્ષા કેન્દ્ર તાત્કાલિક અસરથી કાયમી માટે રદ કરવામાં આવ્યું છે. કોલેજના આચાર્યની શૈક્ષણીક માન્યતા રદ કરવાનો નિર્ણય કુલપતિ – ઉપકુલપતિ દ્વારા લેવામાં આવ્યો છે. સરદાર પટેલ લો કોલેજ, બાબરાનું જોડાણ રદ્દ કરવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. પેપર ફોડવાના પ્રકરણમાં સંડોવાયેલા તમામ વિદ્યાર્થીઓના એનરોલમેન્ટ કાયમી રદ કરવામાં આવશે. જે બાબતની જાણ તમામ યુનિવર્સિટીઓને જાણ કરવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાને જાણ કરવામાં આવશે.
જો કે, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં બીકોમ સેમેસ્ટર 3નું ઇકોનોમિક્સનું પેપર સમય પહેલા વૉટ્સએપ ગ્રુપમાં વહેતું થયું હોવાનો આરોપ આપ પાર્ટી દ્વારા લગાવવામાં આવ્યો હતો. જે બીકોમ સેમેસ્ટર 3 પેપર વહેલી સવારે 9 વાગ્યે સોશિયલ મીડિયામાં આવી ગયું હતું જેવી રજૂઆત કુલપતિને કરવામાં આવી હતી. બીકોમ સેમેસ્ટર 3નું ઇકોનોમિક્સનું પેપર હતું જે સવાર 10 વાગ્યે શરૂ થવાનું હતું પણ 9 વાગ્યે અનેક વોટ્સઅપ ગ્રુપમાં આ પેપર ફરતું થઇ ગયું હતું.