રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપર લિકકાંડનો મામલો હાલ ચર્ચામાં છે. બી.કોમ સેમ 3નું અર્થશાસ્ત્રનું પેપર લીક કરનાર સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. બાબરા લો કોલેજના પ્રિન્સિપાલ સહિત 6 આરોપીઓના ઘરે પોલીસનું સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે.

 

આ અગાઉ કોઈ પેપર લીક કર્યું હોય તો તેના પુરાવા મેળવવા કવાયત હાથ ધરવામાં આવે છે. પેપર કેવી રીતે ફોડયું, કઈ ઓફિસમાં ફોડયું તેનું પોલીસ દ્વારા પંચનામું તૈયાર કરવામાં આવ્યું છે. અગાઉના બે પેપર પણ ફોડ્યા હોવાની પોલીસને આશંકા હોવાથી આરોપીઓના ઘરે સર્ચ કર્યું છે. છ અલગ અલગ ટીમો બનાવી પોલીસની તપાસ શરૂ થઈ છે.

 

 

નોંધનીય છે કે, રાજ્યમાં પેપર ફૂટવાનો મામલો હાલ ચર્ચામાં છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપર લીક મામલો હાલ ચર્ચામાં છે. જ્યારે તેના ઓબ્ઝરવરને ઓર્ડર 10.30 નો કરવામાં આવ્યો હતો. પરંતુ પરીક્ષા સવારે 10 વાગ્યે જ શરૂ થઈ ગઈ હતી.

 

નોંધનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપરની વાત કરવામાં આવે તો તેનો ઓબ્ઝરવરને ઓડર ૧૦:૩૦ નો કરવામાં આવ્યો હતો. તેમ છતાં પરીક્ષા સવારના ૧૦ વાગ્યામાં શરુ થઈ ગઈં હતી. આ પેપર સવારે 8 વાગ્યે જ લીક થઈને વાયરલ કરાયું હતું. બાબરાની સરદાર પટેલ કોલેજ સામે કાર્યવાહી કરવા સૌ.યુની.વી.સી.એ મૌન ધારણ કર્યું હતું. માત્ર કોલેજ જ નહીં ઓબ્ઝરવરને ખોટો સમય ફાળવવા માટે સૌરાષ્ટ્ર યુની. પણ શંકામાં છે.