સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઘણી બધી પ્રક્રિયા હવે ડિજિટલ કરી દેવાઈ છે જેની સાથે યુનિવર્સિટીના તમામ ભવનોમાં પ્રવેશ પ્રક્રિયા પણ ઓનલાઈન થઇ છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયાપણ ઓનલાઇન કરવામાં આવી છે પરંતુ આ ઓનલાઇન પ્રવેશ પક્રિયાથી વિદ્યાર્થી પરેશાન થઇ ગયા છે. પ્રવેશ માટે ઓનલાઇન ફી ભરે છે જે ખાતામાંથી કપાઈ જાય છે. જો કે તે પૈસા યુનિવર્સિટી ના એકાઉન્ટમાં જમા થતા નથી. ફી જમા ન થતા, એડમીશન કંફોર્મ ન થતા અનેક વિદ્યાર્થી મુંજવણમાં પડ્યા છે.

યુનિવર્સિટીમાં 29 ભવન માં હાલ પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે. ત્યારે આ મામલે હાલમાં યુનિવર્સિટીમાં રજુઆત કરવામાં આવી છે. વિદ્યાર્થી એ યુનિવર્સિટીમાં પેમેન્ટ કપાયા મેલ કરી જાણ કરવા સૂચના આપી છે. જો કે, ફી યુનિવર્સિટીના ખાતામાં જમા નહીં થતા અનેક વિદ્યાર્થીના પ્રવેશ કન્ફર્મ થયા નથી.

આ મામલે વિદ્યાર્થીઓએ જે-તે ભવનમાં અને યુનિવર્સિટીનું ધ્યાન દોર્યું છે ત્યારે યુનિવર્સિટીના ટેક્નિશિયન આ મુદ્દે હાલમાં કામ કરી રહ્યા છે અને વિદ્યાર્થીઓ ઓનલાઈન પેમેન્ટ કર્યું હોય તો તેમના આધાર યુનિવર્સિટીને ઈ-મેલ કરી દેવા જણાવવામાં આવ્યું છે.